શિયાળામાં મલાઈની મદદથી મેળવો સુંદર ત્વચા

0
1560

1. મલાઈની મદદથી મેળવો સુંદર ત્વચા

સુંદરતા મેળવવાની ચાહતમાં આપણે શું-શું નથી કરતા. ક્યારેક ગોરી ત્વચા માટે ફેરનેસ ક્રીમથી ગોરાપણાની આશા, તો ક્યારેક એન્ટી એન્જીંગ ક્રીમ વડે ઉંમરને મેઈનટેન કરવાનો પ્રયત્ન. પોતાના ચહેરા પર વિવિધ પ્રકારની કોસ્ટમેટીકની પરત ચડાવ્યા છતાં પણ તેના પર વધારે પ્રયોગ કરવાનું બંધ નથી કરતા. તેના પરિણામ રૂપે કરચલીઓ, ખીલ, ડાર્ક સર્કલ અને અન્ય ત્વચા સબંધિત સમસ્યાઓનાં રૂપમાં સામે આવે છે.

2. મલાઈની મદદથી મેળવો સુંદર ત્વચા

એક ચમચી મલાઈમાં લીબુંનો રસ ભેળવીને રોજે ચહેરા અને હોઠ પર લગાવવાથી હોઠ ફાટતા નથી અને દિવસભર મુલાયમ રહે છે.

3. મલાઈની મદદથી મેળવો સુંદર ત્વચા

થોડી મલાઈ અને એક ચમચી બેસન ભેળવેલ પેસ્ટ સાબુના બદલામાં એક સારો વિકલ્પ છે. તેનાથી ત્વચા લીસી અને મુલાયમ રહે છે.

4. મલાઈની મદદથી મેળવો સુંદર ત્વચા

મુલતાની માટીને પીસીને મલાઈમાં ભેળવીને ચહેરા તથા કોણી પર લગાવવાથી તેના રંગમાં નિખાર આવે છે. તેમજ ત્વચા કોમળ બને છે.

5. મલાઈની મદદથી મેળવો સુંદર ત્વચા

ત્રણ-ચાર બદામ અને દસ-બાર દેશી ગુલાબની પાંદડીઓને પીસીને તેમાં એક ચમચી મલાઈ ભેળવીને ચહેરા પર લગાવવાથી કરચલીઓ અને ત્વચાને ધબ્બા દૂર થાય છે. મલાઈમાં સમુદ્ર ફેનનો બારીક પાઉડર ભેળવીને લગવવાથી ખીલ પણ ઠીક થઇ જાય છે.

6. મલાઈની મદદથી મેળવો સુંદર ત્વચા

મૌસંબી અથવા સંતરાની છાલને પીસીને મલાઈ ભેળવીને તે પેસ્ટ લગાવવાથી ત્વચા મુલાયમ તેમજ સાફ થાય છે.

7. મલાઈની મદદથી મેળવો સુંદર ત્વચા

એક ચમચી મલાઈમાં એક ચમચી સફરજનનો રસ ભેળવીને, તેને સારી રીતે મિક્સ કરીને હળવા હાથે ચહેરા પર લગાવવાથી થોડા દિવસોમાં ત્વચાનો રંગ સાફ થઇ જશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY