બેસન છે બ્યુટી સમસ્યાનો રામબાણ ઈલાજ

0
2871

1. બેસન છે બ્યુટી સમસ્યાનો ઈલાજ

સુંદર, બેદાગ ત્વચા માટે આપણે કેટલાક જાત-જાતના અને ભાત-ભાતનાં ઉપાયો અજમાવીએ છીએ. બેસન એક એવી ચીજ છે જે ઘર-ઘરમાં ઉપયોગી થાય છે. કેટલાક લોકો તેનો ઉપયોગ Beauty ફેસપેક અથવા ફેસવોશ તરીકે કરે જ છે.

ત્વચા અને વાળ સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓના સમાધાન રૂપે તમે બેસનનો ઉપયોગ કરી શકો છો. જો તમારા ચહેરા પર અણગમતા વાળ છે અને તાપના લીધે તમને ટેનિંગ થઇ ગયું છે અથવા તો તમારા વાળ રુક્ષ થઇ ગયા છે તો તમે પણ બેસનનો ઉપયોગ કરી શકો છો. તેની સૌથી મોટી ખાસિયત છે કે, તેની કોઈ સાઈડ-ઈફેક્ટ નથી થતી.

2. બેસન છે બ્યુટી સમસ્યાનો ઈલાજ

ચહેરા પરની રુવાંટી દૂર કરવા માટે
જો તમે ચહેરા પરની અણગમતી રુવાંટીથી પરેશાન છો તો બેસનમાં મેથી પાઉડર અને કાચું દૂધ ભેળવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પરના તે ભાગ પર લગાવો જ્યા વધારે રુવાંટી છે. જયારે આ પેક સુકાઈ જાય ત્યારે રુવાંટીના ગ્રોથની ઉલટી દિશામાં હળવા હાથે ઘસો અને ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈલો.

3. બેસન છે બ્યુટી સમસ્યાનો ઈલાજ

ટેનિંગ દૂર કરવા માટે
બેસનમાં દહીં, લીંબુનો રસ, ચપટી હળદર ભેળવીને એક પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો, ૧૫ મિનીટ બાદ હળવા હાથે મસાજ કરતા-કરતા પાણી વડે ધોઈ લો અને થપથપાવીને લૂછી લો.

4. બેસન છે બ્યુટી સમસ્યાનો ઈલાજ

સ્વસ્થ વાળ
બેસનમાં બદામનો પાઉડર, દહીં અને એક ચમચી ઓલીવ ઓઈલ ભેળવીને પેસ્ટ તૈયાર કરીલો. તમે ઈચ્છો તો તેમાં ઈંડું પણ ભેળવી શકો છો. આ પેસ્ટને વાળમાં લગાવીને, થોડી વાર માટે રહેવા દો. આ પેસ્ટનો ઉપયોગ કર્યા પછી વાળ તંદુરસ્ત થઇ જશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY