Beauty Tips: આ ઘરેલું ઉપચારથી પગનું ટેનિંગ થઈ જશે ગાયબ

0
1891

1. ફૂટ ટેનિંગ

ઉનાળામાં માત્ર ચહેરા પર જ ટેનિંગ થાય એવું નથી પરંતુ પગ પર પણ ટેનિંગ થાય છે. પગની ટેનિંગ પર મોટાભાગે કોઈ ધ્યાન આપતુ નથી. પણ જો પગ કાળા હોય તો દેખાવમાં ખુબ જ ગંદા લાગે છે. પગની ટેનિંગ હટાવા માટે તેના પર બ્લીચ કરવું ઉપયોગી સાબિત થાય છે. પરંતુ બ્લીચ પ્રાકૃતિક સામગ્રીઓથી બનેલું હોય તો પગને થોડા જ દિવસોમાં ગોરા બનાવી દેશે. આજે અમે તમને નેચરલ બ્લીચ બનાવતા શીખવીશું, જેને પગ પર માત્ર ૧૫ મિનીટ સુધી લગાવાનું રહેશે. તે સિવાય પગને ફૂટ બ્રશથી ઘસીને સાફ રાખવું જેનાંથી ડેડ સ્કીન નીકળી જશે અને ગોરી ત્વચા આવી જશે.

2. પપૈયું

પપૈયામાં પ્રાકૃતિક બ્લીચીંગનાં ગુણ હોય છે. પપૈયાનાં નાના-નાના ટુકડા કરીને મિક્ષ્રરમાં પીસી લો. પછી તેને પગ પર લગાવીને રહેવા દો. પછી જયારે તે સુકાય જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઈ લો.

3. ટામેટા

ટામેટાને અડધું કાપીને નીચોવી લો અને તેના રસને કાઢી લો. પછી ટામેટાને પગ પર ઘસો તમે ઈચ્છો તો તેનો રસ પણ લગાવી શકો છો. ૧૫ મિનીટ પછી હુંફાળા પાણીથી પગ ધોઈ લો. અઠવાડિયામાં ૩ વાર આ બ્લીચ તમે કરી શકો.

4. મધ

પગ પર મધ લગાવીને ૧૦ મિનીટ માટે રહેવા દો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે તમારી સમસ્યાને દુર કરે છે.

5. દહીં

પગ પર ઠંડુ-ઠંડું દહીં લગાવો અને તાપથી પગને બચાવીને રાખો. પગ પર ૧૫ મિનીટ માટે દહીં લગાવીને રહેવા દો. અઠવાડિયામાં ૨ વાર આ બ્લીચ કરવાથી જરૂર ફાયદો થશે.

6. લીંબુ

લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે અને તે બ્લીચ જેવું કામ કરે છે. લીંબુનો રસ નીચોવીને ૧૦ મિનીટ સુધી મસાજ કરો. પછી જયારે તે સુકાય જાય ત્યારે ગરમ પાણીમાં મીઠું નાખીને પગને સાફ કરી દો.

7. હળદર

હળદર અને દૂધની પેસ્ટ બનાવી પગમાં લગાવો અને ૨૦ મિનીટ બાદ ગરમ પાણીથી ધોઈ લો. આનાથી તમારા પગની કાળાશ નીકળી જશે.

8. બટાકા

બટાકાની છાલ કાઢીને મિક્ષ્રરમાં પીસીને કરીને પેસ્ટ બનાવી લો અને તેને પગ પર લગાવી લો. ૧૫ મિનીટ પછી પગને ગરમ પાણીથી ધોઈ લો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY