શિયાળામાં પગના વાઢીયાની સમસ્યાથી આ રીતે મેળવો છુટકારો

0
1309

1. પગના વાઢીયાની સમસ્યાથી આ રીતે મેળવો છુટકારો

શિયાળામાં ઠંડી હવા ત્વચાાનાં કુદરતી ભેજને ચોરી લે છે અને ત્વચા સુકી અને ખેંચાયેલી લાગે છે અને તેની સૌથી વધારે અસર પગ પર પડે છે, જેમાં એડીઓ સુકી અને ફાટવા લાગે છે. તેથી આજે અમે તમારા માટે કેટલીક એવી ટીપ્સ લઈને આવ્યા છીએ, જેને દરરોજ અજમાવીને તમે શિયાળામાં પગની સારી રીતે દેખરેખ કરી શકશો. પગની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઇન્ફેકશનથી બચવા માટે પગને દરરોજ ગરમ પાણીથી ધોઈ લો. અંગુઠાનાં નખ પર વધારે ધ્યાન આપો કારણ કે, તેમાં ગંદકી સરળતાથી ફસાઈ જાય છે.

2. પગના વાઢીયાની સમસ્યાથી આ રીતે મેળવો છુટકારો

કોઈ પણ ઋતુ હોય પગના અંગુઠાના નખની સફાઈ નિયમિતપણે કરવી જોઈએ. ગરમ પાણીમાં થોડું મીઠું નાખો અને તેમાં પગને કેટલાક સમય માટે ડુબાડી રાખો અને પછી પગને સ્ક્રબ કરો. તેનાથી પગની બધી જ ગંદકી સાફ થશે અને પગ સાફ તથા નરમ બની જશે.

3. પગના વાઢીયાની સમસ્યાથી આ રીતે મેળવો છુટકારો

તમારા પગની ડેડ સ્કીનને દૂર કરવા માટે અને બ્લડ સર્ક્યુલેશન બની રહે તે માટે પગને જરૂરથી સ્ક્રબ કરો. તેનાથી તમારા પગ મુલાયમ અને સુંદર બની જશે.

4. પગના વાઢીયાની સમસ્યાથી આ રીતે મેળવો છુટકારો

પગમાં ઓઈલ ગ્લેન્ડની ઉણપથી ત્વચા સુકી થઇ જાય છે, તેવામાં પગને ભેજ પૂરો પડવા માટે ઓઈલ અથવા મોઈશ્ચરાઈઝરથી મસાજ કરો.

5. પગના વાઢીયાની સમસ્યાથી આ રીતે મેળવો છુટકારો

સુકાપણાને દૂર કરવા માટે મોઈશ્ચરાઈઝર લગાવીને હંમેશા સોક્સ પહેરવા જોઈએ. સૌથી પહેલા પગમાં લોશન લગાવો તેમજ પગને મસાજ કરો. ત્યાર બાદ સોક્સ પહેરો, જેનાથી તમારા પગમાં વાઢીયા નહી પડે અને પગ નરમ રહેશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY