આ રીતે લીમડાનો કરો ઉપયોગ અને મેળવો ચહેરાની કાળાશથી મુક્તિ

0
644

1. લીમડાની મદદથી દૂર કરો ચહેરાની કાળાશ

આપણી તંદુરસ્તી માટે Neem ઘણો જ ગુણકારી સાબિત થાય છે, લીમડો ન માત્ર સ્વાસ્થ્ય પરંતુ સોંદર્ય લાભ માટે ઘણી જ ગુણકારી માનવામાં આવે છે. આયુર્વેદમાં લીમડાનાં ઉપયોગને ઘણી જ લાભકારી માનવામાં આવ્યું છે. જો તમે લીમડાનો ઉપયોગ કરશો તો સ્કીનને પણ લાભ મળશે.ચાલો જાણીએ કેવી રીતે લીમડો ત્વચાને ફાયદો આપે છે.

2. લીમડાની મદદથી દૂર કરો ચહેરાની કાળાશ

લીમડો અને ચોખાનું પાણી
લીમડો અને ચોખાનું પાણી ત્વચા માટે ફાયદાકારક રહે છે. આ માસ્ક તમારા ચહેરા પર બ્લીચીંગની જેમ કામ કરે છે. લીમડાનાં પાંચ તત્વોમાં થોડી ગુલાબની પાંખડી, બદામનું તેલ અને ચોખાનું પાણી નાખીને પેસ્ટ બનાવી લો.

3. લીમડાની મદદથી દૂર કરો ચહેરાની કાળાશ

લીમડો અને તુલસી
લીમડો અને તુલસી ત્વચા માટે ફાયદાકારક રહે છે. તેના પાંદડાને સારી રીતે સુકવીને પાઉડર બનાવી લો. હવે તેમાં મધ, મુલતાની માટી અને કેટલાક ટીપાં પાણી નાખીને પેસ્ટ તૈયાર કરીલો. આ પેસ્ટને ૧૦ મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખો.

4. લીમડાની મદદથી દૂર કરો ચહેરાની કાળાશ

લીમડો અને ગુલાબજળ
જો તમે લીમડો અને ગુલાબજળનું ફેસમાસ્ક યુઝ કરશો તો સ્કીનને કેટલાક લાભ મળશે. આ માસ્ક એન્ટી બેક્ટેરીયલ ગુણોનાં કારણે તમારા ચહેરાનાં ડાઘ-ધબ્બા દૂર થશે. મુઠ્ઠી ભરીને લીમડાનાં પાનનો પાઉડર બનાવીને ગુલાબજળ ભેળવી લો. હવે તેને ૧૫ મિનીટ લગાવ્યા બાદ ચહેરાને ધોઈ લો.

5. લીમડાની મદદથી દૂર કરો ચહેરાની કાળાશ

લીમડો અને દહીં
જો તમે લીમડો અને દહીંનો ઉપયોગ ત્વચા માટે કરશો તો તમને ઘણા જ લાભ થશે. એક નાની ચમચી લીમડાનાં પાઉડરમાં એક મોટી ચમચી બેસન અને દહીં ભેળવ્યા બાદ તેને ૧૫ મિનીટ સુધી ચહેરા પર લગાવી લો. ૧૫ મિનીટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.

6. લીમડાની મદદથી દૂર કરો ચહેરાની કાળાશ

લીમડો અને ચંદન પાઉડર
જો તમે લીમડા અને ચંદનનો ઉપયોગ કરશો તો ત્વચાને લાભ મળશે. લીમડાનાં પાનનાં પાઉડરમાં એક ચમચી ચંદન પાઉડર અને દૂધ ભેળવીને ઘટી પેસ્ટ બનાવી લો. હવે ૧૦ મિનીટ લગાવ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈને સ્ક્રબ કરી લો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY