નવરાત્રિમાં યુવતીઓમાં પહેલી પસંદ બન્યા ઓક્સોડાઈઝનાં ઝૂમખાં

0
934

1. નવરાત્રિમાં યુવતીઓની પસંદ ઓક્સોડાઈઝનાં ઝૂમખાં

નવરાત્રિના દિવસોમાં ટ્રેડીશનલ કપડાંની સાથે સાથે સોના-ચાંદીના દાગીનાઓની ચમક-દમક વચ્ચે ઓક્સોડાઈઝની વિવિધ વેરાઈટીઓ ઓન ડીમાન્ડ બની છે. જો કે ઓક્સોડાઈઝની વેરાઈટીઓ સોના-ચાંદીના દાગીના કરતા ઘણી જ સસ્તી પડતી હોવાથી નવરાત્રિ માટે લોકો તેની ખરીદી વધુ કરે છે.

2. નવરાત્રિમાં યુવતીઓની પસંદ ઓક્સોડાઈઝનાં ઝૂમખાં

યુવતીઓ નવરાત્રિમાં ઓક્સોડાઈઝની વેરાયટીઓમાં સેટ, ઝૂમખાં, કેડ-કંદોરા, ઝુડા, બલૈયા, પાયલ, હેર સ્ટીકર, વાંસ કંદોરા, બંધી અને રજવાડી જુડાની ડીમાન્ડ વધુ જોવા મળે છે. જો તમને ઓક્સોડાઈઝનાં ઓર્નામેન્ટ્સ પહેરવાની એલર્જી હોય તો તમે ઓર્નામેન્ટ્સનાં અંદરના ભાગમાં પારદર્શક નેઈલ પોલીશ લગાવી શકો છો જે ભાગ તમારા શરીરને અડતો હોય. જેથી તમને એલર્જી થવાનો ભય નહીં રહે.

3. નવરાત્રિમાં યુવતીઓની પસંદ ઓક્સોડાઈઝનાં ઝૂમખાં

યુવતીઓ નવરાત્રિમાં સોના-ચાંદીના દાગીના પહેરવાને બદલે ડુપ્લીકેટ અને ઓક્સોડાઈઝ જ્વેલરીનો આગ્રહ વધુ રાખે છે. તેમાં પણ યુવતીઓ કાનમાં ઓક્સોડાઈઝનાં ઝૂમખાંનાં ટ્રેન્ડને વધારે ફોલો કરે છે. જે યુવતીઓને હટકે લુક આપે છે.

4. નવરાત્રિમાં યુવતીઓની પસંદ ઓક્સોડાઈઝનાં ઝૂમખાં

ઓક્સોડાઈઝનાં ઝૂમખાં યુવતીઓની પહેલી પસંદ બન્યા છે. ટ્રેડીશનલ કે કેઝ્યુઅલ બંને કપડા પર યુવતીઓની પસંદગી ઓક્સોડાઈઝ ઝૂમખાં પર ઉતરી આવી છે. નવરાત્રિમાં અલબેલીઓ પર ટ્રેડીશનલ કપડા સાથે ઓક્સોડાઈઝનાં ઝૂમખાંનો ક્રેઝ વધારે વધારે જોવા મળી રહ્યો છે. મોટી અને લાંબી ઈયરીંગને જ્વેલરી બોક્સમાં પેક કરીને યુવતીઓ હવે ઝૂમખાં તરફ વળી છે.

5. નવરાત્રિમાં યુવતીઓની પસંદ ઓક્સોડાઈઝનાં ઝૂમખાં

બજારમાં અલગ અલગ ડીઝાઈનમાં ઝૂમખાઓ મળે છે. ગણપતિની ડિઝાઈનવાળા ઝૂમખાં પણ મનગમતાં બન્યા છે. ઉપર ગણપતિદાદાની મૂર્તિ જેવો આકાર અને નીચે રાઉન્ડ ઝૂમખાને કડી વડે જોડવામાં આવે તો તે ખુબ જ સુંદર દેખાય છે.

6. નવરાત્રિમાં યુવતીઓની પસંદ ઓક્સોડાઈઝનાં ઝૂમખાં

તે સિવાય સાદા ઝૂમખાંની નીચે લાઈટ કલરનાં નાના-નાના મોતી લગાવેલા હોય તેવા પણ ઝૂમખાં તમને ડેલીકેટ સાથે ફેશનેબલ લુક આપે છે. તે સિવાય ઓક્સોડાઈઝની નાની ઘૂઘરીઓ લગાવેલી હોય તો ખુબ જ સરસ દેખાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY