સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવા માટે લગાવો આ સ્પેશિયલ Face Mask

0
516

1. સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવા માટે લગાવો આ Face Mask

ત્વચા પરથી ટેનિંગ દૂર કરવું અને સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવું ઘણું જ મુશ્કેલીભર્યું બની જાય છે. કારણ કે, આ ન માત્ર ત્વચામાં કાળાશ લાવે છે. પરંતુ તેનાથી ત્વચા પર ડેડ સ્કીનની પરત જાણી જાય છે. જો કે, અમે અહિયાં એક હોમમેડ માસ્ક વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી ત્વચાને હાઈડ્રેટ કરશે અને ટેનિંગને હટાવીને ત્વચાને સ્વસ્થ અને મોઈશ્ચરાઈઝ રાખે છે.

2. સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવા માટે લગાવો આ ફેસ માસ્ક

જરૂરી સામગ્રી :

૨ બ્રેડની સ્લાઈસ
૨ ચમચી ફ્રેશ મલાઈ
૧ ચમચી હળદર પાઉડર
૧ ચમચી નવશેકું પાણી
૧ ચમચી ગુલાબજળ

3. સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવા માટે લગાવો આ ફેસ માસ્ક

બનાવવાની રીત:

– એક બ્રેડ લો અને તેના ટુકડા કરો. (તમારે ૫-૮ નાના ટુકડાની જરૂર પડશે.) હવે ૨ ચમચી મલાઈ લો. પછી તેમાં ૧ ચમચી હળદર પાઉડર ભેળવો. તેમાં એક ચમચી નવશેકું પાણી ભેળવો. હવે તેમાં ૧ ચમચી ગુલાબજળ ભેળવો. બધી સામગ્રીઓને સારી રીતે ભેળવો. જ્યા સુધી બ્રેડનાં ટુકડા સારી રીતે મેશ ન થઇ જાય.

4. સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવા માટે લગાવો આ ફેસ માસ્ક

આ રીતે ઉપયોગ કરો:

– આ હોમમેડ માસ્કને ચહેરા પર લગાવો. રાઉન્ડ ડીરેક્શનમાં 10-૧૫ મિનીટ સુધી માલિશ કરો. કેટલાક સમય સુધી મસાજ કર્યા બાદ નવશેકા પાણીથી ધોઈ લો. ત્યાર બાદ લોશન લગાવીને મોઈશ્ચરાઈઝ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY