આ ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ના મૂકતા ફ્રીજમાં

0
1506

1. આ ખાદ્ય પદાર્થોને ફ્રીજમાં ન રાખો

આપણા માંથી મોટાભાગનાં લોકો એવું વિચારે છે કે ખાદ્ય પદાર્થોને ફ્રીજમાં રાખવાથી સારા રહે છે. પરંતુ કેટલાંક એવા ખાદ્ય પદાર્થ છે, જેને ક્યારેય ફ્રીજમાં ન રાખવા જોઈએ. કદાચ તમે બધા ખાદ્ય પદાર્થોને ફ્રીજમાં રાખતા હશો. કારણ કે, આપણી જાણકારી અનુસાર ખાદ્ય પદાર્થ ફ્રીજમાં સુરક્ષિત રહે છે અને ખરાબ પણ નથી થતા.

2. કોફી

કોફી બીન્સને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવા જોઈએ. તેને ફ્રીજમાં સ્ટોર કરીને રાખવાથી અન્ય પદાર્થોની મહેક કોફીમાં સમાઈ જાય છે. જેથી કોફીનો રીયલ ટેસ્ટ પણ નથી આવતો.

3. ટામેટા

[scg_html_300250]
મોટાભાગના લોકો ટમેટા ફ્રીજમાં સ્ટોર કરે છે. જોકે, સૌથી મોટી સમસ્યા આ છે કે ફ્રીજમાં ઘણા ઓછાં તાપમાન પર ટમેટાને સ્ટોર કરીને રાખવામાં આવે છે, જેના કારણે ટમેટાનો સ્વાદ ખરાબ થઇ જાય છે અને નરમ પણ થઇ જાય છે.

4. ડુંગળી

ડુંગળીને ક્યારેય ફ્રીજની અંદર સ્ટોર કરીને ન રાખવી જોઈએ. કારણ કે, તેને ફ્રીજમાં રાખવાથી તેમાં ફૂગ થઇ જાય છે. જો તમે ડુંગળીને કાપીને ફ્રીજમાં રાખો છો તો તેની ઉપરની પરત સુકાઈ જાય છે.

5. કેળા

કેળા સ્વાસ્થ્ય માટે લાભદાયક ખાદ્ય પદાર્થમાંથી એક છે. પરંતુ તેને ફ્રીજમાં રાખવાથી વધારે પાકી જાય છે અને નરમ થઇ જાય છે.

6. મધ

મધને ક્યારેય ફ્રીજમાં સ્ટોર ન કરો કારણ કે, ફ્રીજમાં ઓછાં તાપમાનનાં લીધે તે જામી જાય છે અને કડક થઇ જાય છે.

7. લસણ

લસણને ફ્રીજમાં સ્ટોર કરવાથી ૧૨ કલાક બાદ જ તે સુકાવા લાગે છે. લસણને રૂમનાં સામાન્ય તાપમાન પર રાખવાથી તે વધુ સારી સ્થિતિમાં રહે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY