ચહેરા પર Waxing કરાવતા પહેલા ધ્યાનમાં રાખો આ ખાસ બાબતો

0
996

1. ચહેરા પર Waxing કરતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો

ચહેરા પરનાં વાળને હટાવવા માટે ઘણી બધી રીતો છે. પરંતુ મોટેભાગે મહિલાઓ ચહેરા પરનાં વાળને દૂર કરવા માટે વેક્સ કરવાનું પસંદ કરે છે. તમારા ચહેરા પરના વાળને હટાવવા માટે Waxing એક શ્રેષ્ઠ રીત છે, પરંતુ શું તમે જાણો છો કે, ચહેરા પર વેક્સિંગ કઈ રીતે કરવું જોઈએ? તો આગળની સ્લાઈડમાં જાણો વ્વેક્સ કરવાની સાચી રીત વિશે…

2. ચહેરા પર વેક્સ કરતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો

જો તમારા ચહેરા પર વધારે વાળ છે, તો તેને દૂર કરવા માટે વેક્સિંગ એક સારો ઉપાય છે. કારણ કે તેને એક વારમાં જ ઘણા વાળ દૂર થઇ જાય છે અને વાળ જેટલા લાંબા હોય છે તેને દૂર કરવામાં તેટલી જ વધારે સરળતા રહે છે.

3. ચહેરા પર વેક્સ કરતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો

ચહેરા પર વેક્સિંગ કરવું ઘણું જ દુખાવાભર્યું રહે છે. શક્ય છે કે, શરીરનાં ભાગો પર વેક્સિંગ કરવાથી ઘણું વધારે કારણ કે, ચહેરાની ત્વચા ઘણી જ સંવેદનશીલ હોય છે. પરંતુ આ દુખાવો ૧૦-૧૫ મિનીટ સુધી જ રહે છે.

4. ચહેરા પર વેક્સ કરતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો

[scg_html_300250]
ધ્યાનમાં રહે કે, ચહેરા માટે તમે ત્વચાને અનૂરૂપ વેક્સનો ઉપયોગ કરો. આ વેક્સ શરીરનાં અન્ય ભાગો પર ઉપયોગ કરવામાં આવેલ વેક્સની તુલનામાં ઘણું જ સૌમ્ય હોવું જોઈએ. બજારમાં ચહેરાની વેક્સિંગ માટે રેડી ટૂ યૂઝ વેક્સિંગ સ્ટ્રીપ પણ મળે છે, તેમાં પોષકતત્વો જેવા કે, વિટામીન ઈ અને એલોવેરા હોય છે અને આ ચહેરા માટે ઘણું જ સૌમ્ય હોય છે.

5. ચહેરા પર વેક્સ કરતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો

ચહેરાનું વેક્સિંગ કર્યા બાદ તમને ચહેરા પર થોડી લાલાશ આવી શકે છે પરંતુ આ ૧૫ મિનીટ બાદ દૂર થઇ જાય છે. તેનાથી આરામ મેળવવા માટે એલોવેરા લગાવો. તે સિવાય તમે બેબી ઓઈલ પણ લગાવી શકો છો. કારણ કે, ઓઈલથી ત્વચા પર જો વેક્સનાં અવશેષ બચે છે તો પણ દૂર થઇ જાય છે.

6. ચહેરા પર વેક્સ કરતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો

વેક્સિંગ કર્યા બાદ ચહેરાને ખૂબ કઠોર સાબુથી ન ધુઓ. ચહેરાને ધોવા માટે માઈલ્ડ ક્લીન્ઝર અથવા બેબી સોપનો ઉપયોગ કરો. ત્યાર બાદ ચહેરાને સારી રીતે મોઈશ્ચરાઈઝર કરો અને ચહેરાને હાથ ન લગાવો. કારણ કે, જો તમને ખીલની સમસ્યા છે તો એવું કરવાથી ખીલ થઇ શકે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY