Baking Soda ની મદદથી દૂર કરો ગરદનની કાળાશ

0
670

1. બેકિંગ સોડાની મદદથી દૂર કરો ગરદનની કાળાશ

Baking Soda એવો પદાર્થ છે, જેને કેક વગેરે બનાવવા માટે અથવા કિચનમાં સાફ-સફાઈનાં કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બેકિંગ સોડાનો ઉપયોગ તમે સોંદર્ય પ્રસાધન તરીકે પણ કરી શકો છો. જો તમે ઈચ્છો તો બેકિંગ સોડાની મદદથી ગરદનની કાળાશ પણ દૂર કરી શકો છો. સનટેનિંગનાં લીધે ગરદન પર કાળાશ આવી જાય છે. તો તેણે દૂર કરી શકાય છે આ ટીપ્સની મદદથી…

2. બેકિંગ સોડાની મદદથી દૂર કરો ગરદનની કાળાશ

– એક બાઉલ લો, તેમાં ૧ ચમચી બેકિંગ સોડા નાખો.

– પછી તેમાં અડધી ચમચી દહીં ભેળવીને પેસ્ટ બનાવો. દહીંમાં લેક્ટિક એસીડ હોય છે, જે ત્વચાને ચમકદાર અને ગોરી બનાવે છે.

– તમે ઈચ્છો તો દહીંની જગ્યાએ સાદું પાણી પણ મિક્સ કરી શકો છો.

3. બેકિંગ સોડાની મદદથી દૂર કરો ગરદનની કાળાશ

– હવે આ પેસ્ટમાં કેટલાંક ટીપાં નાળીયેરનું તેલ ભેળવો અને તેની ફોર્કથી મિક્સ કરો. નાળીયેર તેલથી ગંદકી નીકળશે અને પોર્સ સાફ કરશે.

4. બેકિંગ સોડાની મદદથી દૂર કરો ગરદનની કાળાશ

– હવે એક મુલાયમ ટોવેલ લો અને ગરમ પાણીમાં ડુબાડીને નીચોવી લો. પછી તેણે ગરદન અને તેની આસપાસનાં એરિયાને સાફ કરો અને 2 મિનીટ સુધી એમ જ રહેવા દો. ટોવેલથી નીકળેલી વરાળથી પોર્સ ખુલી જશે અને ગરદનથી રાહત મળશે.

– પેક લગાવતા પહેલા પેસ્ટ ટેસ્ટ કરી લો અને હથેળીની પાછળ લગાવીને થોડા સમય માટે રાખો. જો કોઈ રીએક્શન નથી થતું તો તેની ગરદન પર લગાવો.

5. બેકિંગ સોડાની મદદથી દૂર કરો ગરદનની કાળાશ

– આ પેકનો પાતળો કોટ ગરદન પર લગાવો અને ૧૫ મિનીટ માટે રહેવા દો. ત્યાર પછી તેને થોડું સુકાવા દો અને સાથે જ થોડા પાણીની મદદથી રાઉન્ડમાં સ્ક્રબ કરતા કરતા ઘસો.

– ત્યારબાદ પાણી વડે ગરદન ધોઈલો અને અને પછી તેણે હળવા હાથથી ટોવેલથી લૂછી લો. ધ્યાનમાં રાખો કે ટોવેલથી ગરદન ઘસવાની ભૂલ ન કરો.

6. બેકિંગ સોડાની મદદથી દૂર કરો ગરદનની કાળાશ

– હવે તમારી ગરદન પર હળવા હાથથી બોડી લોશન લગાવો અને તેને એમજ રહેવા દો, જેનાથી પોર્સમાં મોઈશ્ચરાઈઝર જતું રહે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY