દિવાળી પર મીઠાઈને કહો ના…. ખાઓ આ ડ્રાયફ્રૂટ્સ

0
577

1. દિવાળી પર મીઠાઈનાં બદલે ખાઓ આ ડ્રાયફ્રૂટ્સ

દિવાળી ખુશીઓ સાથે જ ઘણી બધી કેલરી અને ફેટ પણ સાથે લઈને આવે છે. તહેવાર દરમિયાન ઘરે તો મિઠાઈઓ બને છે સાથે જ ઘરે આવનાર મહેમાન પણ ગીફ્ટ તરીકે મિઠાઈ પણ લઈને આવે છે. તેની સાથે બાળકોને ચોકલેટનાં જાણે કેટલાંક અલગ-અલગ સ્વાદ મળી જાય છે.

તહેવારોમાં મીઠાઈ ન હોય તો ફેસ્ટિવલ કેવી રીતે મનાવશો અને મીઠાઈ તહેવાર પર એક સારી ભેટ પણ બની રહે છે, પરંતુ તેવી જ રીતે તહેવારની સૌથી વધારે અસર તંદુરસ્તી પર પડે છે. તેમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધો શરદી-ખાંસીની ચપેટમાં જલ્દીથી આવી જાય છે.

2. દિવાળી પર મીઠાઈનાં બદલે ખાઓ આ ડ્રાયફ્રૂટ્સ

તેવામાં તમે શું કરશો? કારણ કે, ફેસ્ટિવલમાં મીઠાઈને ના કહી જ ન શકાય. પરંતુ થોડું વધારે ધ્યાન આપવામાં આવે તો આપણે મિઠાઈઓનાં રૂપમાં પરિચિતોને હેલ્થ પ્રોબ્લેમ્સની ભેટ આપવાનાં બદલે પ્રોટીન અને ફાઈબર પણ ગીફ્ટ કરી શકીએ છીએ. તમારી આ સમસ્યાનું સમાધાન લઈને અમે આવ્યા છીએ, આ વખતે દિવાળી મનાવો તંદુરસ્તી સાથે જેથી તમારી ખુશીઓની મજામાં વધારો થાય.

3. દિવાળી પર મીઠાઈનાં બદલે ખાઓ આ ડ્રાયફ્રૂટ્સ

ડ્રાય ફ્રૂટ્સ છે આરોગ્યનું ઔષધ
ડ્રાય ફ્રૂટ્સ પ્રોટીનનું સૌથી સારું મીડીયમ છે. મિઠાઈઓની જેમ તેમાં કોઈ ભેળસેળ કરવામાં આવતી નથી. તમે પોતાના મિત્રો અને હળતા-મળતા લોકોને તંદુરસ્તી ભરેલ ગીફ્ટનાં રૂપમાં સહેજ પણ અચકાયા વગર આપી શકો છો. આજકાલ માર્કેટમાં દરેક રેંજનાં ડ્રાય ફ્રૂટ્સ સરળતાથી મળી જાય છે.

4. દિવાળી પર મીઠાઈનાં બદલે ખાઓ આ ડ્રાયફ્રૂટ્સ

ડ્રાય ફ્રૂટ્સ ખાવાના ફાયદા :

– ડાયાબીટીસ હ્રદય રોગના દર્દીઓ માટે પણ ડ્રાય ફ્રૂટ્સ ઘણા જ લાભદાયક સાબિત થાય છે.

– કેટલાંક સંશોધનો પરથી તારણ આવ્યું છે કે, દરરોજ નટ્સ ખાવાથી તમે તંદુરસ્ત લાંબુ જીવન જીવી શકો છો. પણ ધ્યાન રાખો કે નટ્સને સોલ્ટ વગર અને રોસ્ટ કર્યા વગર જ ખાઓ.

5. દિવાળી પર મીઠાઈનાં બદલે ખાઓ આ ડ્રાયફ્રૂટ્સ

– બદામમાં રહેલા એંટી-ઓક્સીડેન્ટ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને તેની સાથે આ હ્રદય રોગથી પણ બચાવે છે.

6. દિવાળી પર મીઠાઈનાં બદલે ખાઓ આ ડ્રાયફ્રૂટ્સ

– આ પ્રકારે પીસ્તા ખાવાથી પણ શરીરનાં રોગો સામે લડવાની ક્ષમતા મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

7. દિવાળી પર મીઠાઈનાં બદલે ખાઓ આ ડ્રાયફ્રૂટ્સ

– કાજુ કોલેસ્ટ્રોલ અને ગ્લૂકોઝને કંટ્રોલ કરવાની સાથે માથાનો દુઃખાવો અને તણાવને પણ દૂર કરે છે.

8. દિવાળી પર મીઠાઈનાં બદલે ખાઓ આ ડ્રાયફ્રૂટ્સ

– અખરોટનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે અને તણાવ ઘટે છે. જો તમે કોઈ તણાવમાંથી પસાર થઇ રહ્યાં છો, તો તમારે દરરોજ અખરોટનું સેવન ઘણું જ અસરકારક થાય છે. તેમાં ઓમેગા ૩ પણ ઘણું વધારે હોય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY