આ રીતે વાળને કરો Shampoo, નહિ થાય કોઈ નુકશાન

0
892

1. Shampoo કરવાની યોગ્ય રીત

એક સપ્તાહમાં તમે કેટલી વાર Shampoo કરો છો? આ સવાલ તમે ઘણા બધા લોકોને પૂછ્યો હશે. કેટલાક લોકો વાળને દરરોજ શેમ્પૂ કરે છે, તો કેટલાક લોકો સપ્તાહમાં ૩ વાર શેમ્પૂ કરે છે, તો કેટલાક લોકો તો જરૂર પડ્યે વાળને શેમ્પૂ કરે છે. બધા લોકોના મનમાં સૌથી મોટો સવાલ આ જ રહે છે કે, સપ્તાહમાં કેટલી વાર શેમ્પૂ કરવું જોઈએ. તમે જેટલી વાર ઈચ્છો વાળને શેમ્પૂ કરી શકો છો, પરંતુ એક ટેકનીકથી કરો, તે ખૂબ જ જરૂરી છે. આજના આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે, કેવી રીતે શેમ્પૂ કરવાથી વાળને વધારે અસરકારક થશે.

2. શેમ્પૂ કરવાની યોગ્ય રીત

સ્ક્રબ પોલિસીનો ઉપયોગ કરો
શેમ્પૂનો મતલબ તે નથી કે, તમે માત્ર માથાથી ત્વચાને માલીશ જ કરો. તેના બદલે આંગળીઓ વડે શેમ્પૂને વાળના મૂળ દ્વારા અંદર સુધી સ્ક્રબ કરવાનું છે. મહિલાઓ આ કામમાં નખનો ઉપયોગ બિલકુલ ન કરો. સ્ક્રબિંગને સારી રીતે જ કરો. તમે ઈચ્છો તો શેમ્પૂમાં બેકિંગ સોડા ભેળવીને સ્ક્રબ કરી શકો છો.

3. શેમ્પૂ કરવાની યોગ્ય રીત

લાંબા વાળમાં કરો પ્રી-કન્ડીશનિંગ
સામાન્ય રીતે આપણે વાળમાં પહેલા શેમ્પૂ કરીને ત્યાર બાદ કન્ડીશનરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કન્ડીશનર લગાવવાની સાચી રીત છે તમે પહેલા કન્ડીશનર લગાવો અને ત્યાર બાદ વાળને શેમ્પૂ કરો. તેનાથી વાળને સારું પોષણ મળે છે.

4. શેમ્પૂ કરવાની યોગ્ય રીત

કોમ્બથી કરો શરૂઆત
યોગ્ય રીતે શેમ્પૂ કરવાનો પહેલો સ્ટેપ છે કે, તમે તમારા વાળને પાણીથી ન ધુઓ. વાળને ધોવાની શરુઆતમાં સૌથી પહેલો છે કે, વાળને કોમ્બ કરો. કોમ્બ કરવાથી વાળમાં થયેલી ગૂંચ નીકળી જાય છે. અને યોગ્ય રીતે શેમ્પૂ પણ કરી શકાય છે.

5. શેમ્પૂ કરવાની યોગ્ય રીત

ટોવેલનો ઉપયોગ ન કરો
સામાન્ય રીતે વાળને શેમ્પૂ કર્યા ત્યાર બાદ તેને સૂકવવા માટે ટોવેલનો ઉપયોગ કરો, પરંતુ તમને આ કામ માટે ટોવેલનાં બદલે કોઈ જૂની ટી-શર્ટનો ઉપયોગ કરવો જોઈએ. જૂની ટી-શર્ટની નરમાઈ તમારા વાળ માટે યોગ્ય રહે છે અને તેનાથી વાળ ઓછા ખરે છે અને તેનાથી ભીના વાળ વધારે ગૂંચવાઈ જાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY