સાવધાન! સતત ચક્કર આવે તો થઇ શકે છે આ રોગ

0
2955

1. ચક્કર આવવાથી થાય છે આ રોગ

ઘણીવાર વખત નબળાઈ અને થાકનાં લીધે ચક્કર આવતા હોય છે, જે એક સામાન્ય સમસ્યા હોઈ શકે છે. પરંતુ કેટલીક વખત આ સામાન્ય સમસ્યાઓ કેટલાક અલગ કારણોથી થતી હોય છે. કેટલીક વખત શરીરમાં હાર્મોનલ પ્રોબ્લેમના લીધે ચક્કર આવે છે અને કેટલીક વખત બ્લડપ્રેશરનાં કારણે તેવું થઇ શકે છે.

2. ચક્કર આવવાથી થાય છે આ રોગ

ચક્કર આવવા દરમિયાન ઓછું સંભળાય, ધૂંધળું દેખાય છે અને વાત કરવામાં તકલીફ થવી જેવા લક્ષણ અનુભવાય છે. તેની સાથે ચક્કર આવવાનું બીજું એક કારણ વર્ટીગો પણ હોઈ શકે છે. જેમાં વ્યક્તિને હંમેશા ચક્કર ખાઈને પડી જાય છે. આધેડ ઉંમરની મહિલાઓમાં આ સમસ્યા મોટેભાગે જોવા મળે છે. કેટલાક વ્યક્તિ પોતાનું સંતુલન પણ ખોઈ બેસે છે અને પડી જાય છે. તે સિવાય બ્લડપ્રેશરમાં અચાનક બદલાવ આવવાથી પણ આવું થાય છે.

3. ચક્કર આવવાથી થાય છે આ રોગ

આ બિમારીઓથી બચવા માટે તમારે પોતાની ફિટનેસ અને હેલ્થ પ્રોબ્લેમ્સનું ઘણું જ ધ્યાન રાખવું જોઈએ. તેના માટે સમય પર ભોજન કરવું જોઈએ અને ક્યારેય ભોજનને ટાળવું ન કરવું જોઈએ. કેટલીક વખત એંટીબયોટીકનાં સેવન દરમિયાન પણ ચક્કર આવવા જેવી સમસ્યા થઇ શકે છે. તેથી જ ડોક્ટરની સલાહ પર જ દવાઓનું સેવન કરો.

4. ચક્કર આવવાથી થાય છે આ રોગ

એનીમિયા હોવાની સ્થિતિમાં ચક્કર આવવા સામાન્ય છે. કારણ કે, શરીરમાં રેડ બ્લડ સેલ્સની ઊણપ જોવા મળે છે. જો કોઈનાં શરીરમાં પાણીની ઊણપ છે તો તે અવસ્થામાં પણ ચક્કર આવી શકે છે. તેવામાં પોતાની સાથે હંમેશા પાણીની બોટલ રાખો અને સમય-સમય પર ચક્કર આવવાની સમસ્યા રહે છે તો તરત જ ડોક્ટરની સલાહ લઈને ટ્રીટમેન્ટ શરુ કરવી શકો છો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY