પીઝામાં ડિફરન્ટ ભાખરી પીઝા

0
3050

1. ભાખરી પીઝા

ભાખરી પીઝા બનાવવા માટેની સામગ્રી :
ઘઉંનો લોટ – ૨ કપ
૧ ચમચી ઘી
૧ નાના બાઉલમાં શાકભાજી (મકાઈ, કેપ્સીકમ, ડુંગળી)
૧ કપ હોમમેળ પીઝા સોસ
૧ ચમચી તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
૫૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ
ભાખરી પીઝા બનાવવા માટેની રીત માટે જુઓ આગળની સ્લાઈડ…

2. ભાખરી પીઝા

ભાખરી પીઝા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ અને ૧ ચમચી ઘી અને મીઠું મિક્સ કરો.

3. ભાખરી પીઝા

તેમાં થોડું તેલ મિક્સ કરી લોટ મસળી લો. ત્યારબાદ તેમાં થોડું પાણી મિક્સ કરી કઠણ કણક બાંધી લો. તેને ૩૦ મિનિટ માટે એકબાજુ રાખો.

4. ભાખરી પીઝા

હવે થોડો લોટ લઈ ભાખરી વણી લો. લોટને પાતળી રોટલીની જેમ વણી લો.

5. ભાખરી પીઝા

વેલણની મદદથી વણેલી ભાખરીમાં ફોટામાં બતાવ્યા પ્રમાણે ખાડા પાડી લો.

6. ભાખરી પીઝા

ભાખરીને એક તવા પર શેકી લો.

7. ભાખરી પીઝા

પીઝા માટે બેઝ તૈયાર છે. હવે થોડું ઓલિવ ઓઈલ ભાખરી પર લગાવો અને પીઝા સોસ લગાવો.

8. ભાખરી પીઝા

તેની પર તમારા ફેવરેટ શાકભાજી મિક્સ કરો. મકાઈ, કેપ્સીકમ અને ડુંગળીથી લેયર બનાવો.

9. ભાખરી પીઝા

ભાખરી પર મોઝરેલા ચીઝ ભભરાવી દો. તેની પર મરી પાવડર મિક્સ કરો.

10. ભાખરી પીઝા

પીઝાને ઓવનમાં મૂકી તેણે ૧૫ મિનિટ સુધી ગરમ કરો. તમે તવા પર પણ પિઝા બનાવી શકો છો.

(Photo Courtesy: vegrecipeworld)

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY