દિવાળીમાં મહેમાનો માટે બનાવો આ ડિફરન્ટ હલવા

0
1196

1. ખસખસનો હલવો

સામગ્રી :
૧૦૦ ગ્રામ ખસખસ
૧૦૦ ગ્રામ ખાંડ
૧ કપ દૂધ
૧/૨ કપ ઘી
૧/૪ નાની ચમચી ઈલાયચી પાવડર
૧ મોટી ચમચી બદામ કતરેલી
૧ મોટી ચમચી કાજૂ કતરેલા

રીત : ખસખસને સાફ કરી પાણીમાં રાતભર પલાળીને રાખો. પલાળેલ ખસખસ માંથી વધારાનું પાણી કાઢી નાખો. ખસખસને મિક્સીમાં બારીક ક્રશ કરી લો. ક્રશ કરતા સમયે જેટલા પાણીની જરૂર પડે તેટલું પાણી ઉમેરો. કઢાઈમાં ઘી નાખીને ક્રશ કરેલ ખસખસ નાખો અને ધીમા આંચે સતત ખસખસને બ્રાઉન થવા સુધી તેને શેકતા રહો. હવે દૂધ અને ખાંડ ઉમેરી તેને મિક્સ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. હવે જ્યારે ઘી છુટવા લાગે તો તેમાં ઈલાયચી પાવડર, બદામ અને કાજૂ નાખી મિક્સ કરી દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.

2. દૂધીનો હલવો

સામગ્રી :
૪૦૦ ગ્રામ – કૂણી દૂધી
૫ કપ – દૂધ
ઇલાઇચી નો ભુક્કો
૧૫૦ ગ્રામ માવો
૫ ટેબલ સ્પૂન – ઘી
૨૫૦ ગ્રામ ખાંડ
કાજુ, દ્રાક્ષ, વરખ.

રીત : સૌ પ્રથમ દૂધીને છોલીને પાણીમાં બાફી લેવી, કપડામાં કાઢીને બરાબર નીચોવી લેવી એક વાસણમાં થોડુંક ઘી મૂકી તેમાં દૂધી સાંતળવી. બીજા ગેસ પર દૂધ બરાબર ઉકાળવું દૂધી સાંતળાઈ જાય એટલે તેમાં દૂધ નાખી હલાવવું, બરાબર ઘટ્ટ થાય એટલે ખાંડ નાંખવી, બરાબર ઘટ્ટ થાય એટલે થોડુંક ઘી નાખી, તેમજ કાજુ, દ્રાક્ષના ટુકડા નાખી હલાવી નીચે ઉતારી લેવું એમાં ઇલાઇચી નો ભૂક્કો નાખવો અને થાળીમાં તેલ લગાડી ઠારી દેવું, અને ઠરી જાય એટલે સરસ ચોરસ પીસ કરી દેવા. ઉપર વરખ લગાડી શકાય. માવો નાખવો હોય તો ખાંડનું પાણી બળી જાય એટલે માવો શેકીને નાખવો અને હલાવવું.

3. કાજુ અને ખજૂરનો હલવો

સામગ્રી :
ઠળિયા કાઢેલા ખજુર ૧ કપ
કાપેલા પીસ્તા ૧૦-૧૫ નંગ
એલચી પાઉડર ૧ ચમચો
દૂધ ૧ કપ
ઘી ૧/૨ કપ
કાજુ ૧/૨ કપ
ખાંડ ૧/૨ કપ

રીત : ખજૂરને કાપીને નાના નાના ટુકડા કરી લો. દૂધ, ખાંડ અને ખજૂરને મિકસ કરી ગેસ પર મૂકો. જયારે મિશ્રણ ઊકળવા લાગે ત્યારે ઘી નાંખો. તેમાં થોડા કાજુ નાખો. જયારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય પછી નીચે ઉતારી લો. અને કાપેલાં પિસ્તાં, એલચી અને ઉપર કાજુથી સજાવટ કરી સર્વ કરો.

4. ક્રશ ડ્રાયફૂટ હલવો

સામગ્રી :
૧ કપ ખસખસ (૮ કલાક પલાળેલી)
૪ ટેબલસ્પૂન ધી
૨ કપ દૂધ
૧/૪ કપ કાજુ
૧/૪ કપ બદામ
૧/૪ કપ પિસ્તાની કતરણ
૩ ટેબલસ્પૂન ખાંડ
૪થી ૫ નંગ રોસ્ટેડ બદામ
૪થી ૫ નંગ રોસ્ટેડ કાજુ

રીત : ખસખસને મિક્સરમાં ક્રશ કરી ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ખસખસની પેસ્ટ નાખી ૧૨થી ૧૫ મિનિટ સુધી અથવા સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં દૂધ નાખી ઉકાળો જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય. હલવો ઘટ્ટ થાય એટલે તેમાં કાજુ, બદામ, પિસ્તાંની કતરણ અને ખાંડ મિક્સ કરી સહેજ વાર સુધી શેકો જેથી ખાંડ સરખી રીતે મિક્સ થઈ જાય. હલવાને એક બાઉલમાં કાઢી તેને રોસ્ટેડ કાજુ અને બદામથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY