ઘરે બનાવો Manchurian ની ડિફરન્ટ વેરાયટી

0
2485

1. વેજીટેબલ Manchurian

સામગ્રી :
૨ કપ છીણેલું ગાજર, ૨ કપ છીણેલી કોબી
૧ કપ છીણેલું ફ્લાવર, ૧/૪ કપ ક્રશ કરેલા વટાણા
૫- ૬ કળી લસણ, ૧ નંગ બારીક સમારેલી લીલી ડુંગળી
બારીક સમારેલા લીલા મરચા, ૧ ચમચી ચીલી સૉસ
૧ ચમચો સોયા સૉસ, ૧ ચમચો મેંદો
૩ ચમચા કોર્ન ફ્લૉર, ૧/૨ ચમચી મરી પાવડર
૧/૨ ચમચી આદુની પૅસ્ટ, ૧/૪ ચમચી અજિનોમોટો
મીઠું સ્વાદ પ્રમાણે, તળવા માટે તેલ

રીત : છીણેલું ગાજર, છીણેલી કોબી, છીણેલું ફ્લાવર, ક્રશ કરેલા વટાણા બધું જ ભેગુ કરી તેને દબાવી ને પાણી કાઢી નાખો. પછી તેમાં કોર્ન ફ્લૉર, મેંદો, લીલી ડુંગળી, બારીક સમારેલા લીલા મરચા, મીઠું અને એક ચપટી જેટલો અજિનોમોટો નાખી તેને હલાવીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાથી નાના નાના ગોળા વાળી લો. એક ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરીને બધાં ગોળાને ગોલ્ડન બ્રાઊન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

હવે એક અલગ ફ્રાઈંગ પૅનમાં ૨ ચમચા તેલ મુકી બારીક સમારેલું લસણ, લીલી ડુંગળી, આદુની પૅસ્ટ અને લાંબા સમારેલા લીલા મરચા સાંતળી લો. ત્યારબાદ તેમાં પાણી, ૧/૨ ચમચી કોર્ન ફ્લૉર્ , મીઠું, અજિનોમોટો, મરી, સોયા સૉસ, ચીલી સૉસ ઉમેરો અને ઉકળવા દો. થોડું ઘટ્ટ થવા દો. હવે ઘટ્ટ થયેલી આ ગ્રેવીમાં તળેલા ગોળા ધીમે ધીમે ઉમેરતા જાઓ. ફ્રાઈંગ પૅનને ઢાંકીને ૩-૪ મિનિટ સુધી ચડવા દો. પછી તેને ગરમ ગરમ સર્વ કરો.

2. ઇડલી મંચુરિયન

[scg_html_300250]
સામગ્રી :
ઈડલી – ૮
કોર્ન ફ્લોર – ૧/૨ કપ
મેંદો – ૧,૧/૨ કપ
સોયા સોસ -૧,૧/૨ ચમચી
આદુ-લસણની પેસ્ટ – ૧/૨ ચમચી
તેલ – તળવા માટે

ગ્રેવીની સામગ્રી :
ડુંગળી – ૧ નંગ
લીલા મરચા – ૪
આદુ – નાનો કટકો
શિમલા મરચું – ૧
સોયા સોસ – ૧/૨ ચમચી
કોર્ન ફ્લોર – ૧/૨ કપ
બારીક સમારેલ લીલી ડુંગળી

રીત : સૌથી પહેલા ઈડલીને નાના ટુકડામાં સમારી લો. હવે અન્ય બધી સામગ્રી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. મેંદો, કોર્નફલોર, આદુ-લસણની પેસ્ટ, થોડું મીઠું અને પાણી. હવે ઈડલીના કટકાને આ ખીરામાં ડુબાડી તળી લો. ઈડલી તળીને તૈયાર કરો. હવે ડુંગળી, લીલા મરચા, આદુ અને શિમલા મરચાને બારીક સમારી લો. એક કઢાઈમાં ૧ ચમચી તેલ નાખો અને તેમાં આ સામગ્રીઓ શેકી લો. ત્યારબાદ તેમાં ૧/૨ ચમચી સોયા સોસ મિક્સ કરી ઉપરથી ફ્રાય ઈડલી નાખો. હવે તેમાં કોર્નફલોર ૨ કપ પાણી સાથે મિક્સ કરો. તેને ઉકાળી ગેસ બંધ કરી દો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

3. મશરૂમ મંચુરિયન

સામગ્રી :
સફેદ તાજા નાના મશરૂમ – ૨૫૦ ગ્રામ
આદુ-લસણની પેસ્ટ – ૧ ચમચી
કોર્ન ફ્લોર – ૪ થી ૫ ચમચી
મેંદો – ૨ ચમચી
સોયા સોસ – ૧ ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
પાણી – ૨ કપ
તેલ – તળવા માટે

ગ્રેવી માટે :
લસણની પેસ્ટ – ૧ ચમચી
આદુ – નાનો ટુકડો
લીલા મરચા – ૨
ડુંગળી – ૧
લીલી ડુંગળી – ૨ ચમચી
સોયા સોસ – ૧ ચમચી
ચિલી સોસ – ૧ ચમચી
ટોમેટો કેચપ – ૧,૧/૨ ચમચી
મીઠું સ્વાદ અનુસાર

રીત :મશરૂમને સાફ કરી લો. તેને સૂકવી અડધા ભાગમાં કટ કરી લો. એક બાઉલમાં કોર્ન ફ્લોર, મેંદો, આદુ અને લસણની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ સોયા સોસ અને પાણી નાખી મિશ્રણ તૈયાર કરો. હવે પેનમાં તેલ ગરમ કરો, તેમાં મશરૂમને ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવો. હવે પેનમાં ફરીથી તેલ ગરમ કરો, તેમાં આદુ-લસણની પેસ્ટ, ડુંગળી અને લીલા મરચા નાખી ૨ મિનિટ સુધી શેકો. આંચ તેજ રાખો. હવે પેનમાં સોયા સોસ, ટોમેટો કેચપ, મીઠું, ડુંગળી નાખ્યા પછી ફ્રાય કરેલ મશરૂમ ક્રશ કરી લો. તેને સરખી રીતે મિક્સ કરી ૨ મિનિટ સુધી રાંધો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.

4. પનીર મંચુરિયન રેસિપી

સામગ્રી :
પનીર – ૨૫૦ ગ્રામ
કોર્નફ્લોર – ૩ ચમચી
આદુ-લસણની પેસ્ટ – ૧ ચમચી
લીલા મરચાની પેસ્ટ – ૧ ચમચી
શિમલા મરચું – ૨
લીલી ડુંગળી – ૧ ઝૂડી
સોયા સોસ – ૨ ચમચી
ટોમેટો સોસ – ૨ ચમચી
લસણ – ૩
મીઠું સ્વાદ અનુસાર
તેલ – ૨ ચમચી
પાણી – ૧ કપ

રીત : એક બાઉલમાં ૨ ચમચી કોર્નફ્લોર, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, મીઠું અને ૧/૨ કપ પાણી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં પનીરના સમારેલ ટુકડા નાખી મિક્સ કરો. હવે ફ્રાયપેનમાં ૧ ચમચી તેલ ગરમ કરો, તેમાં પનીરના ક્યુબ્સને ફ્રાય કરો અને જ્યારે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે પનીરને કોઈ પ્લેટમાં કાઢો. હવે પેનમાં ૧ ચમચી તેલ નાખી ડુંગળી ફ્રાય કરો, ત્યારબાદ તેમાં લસણ, શિમલા મરચું, લીલી ડુંગળી અને મીઠું નાખી મધ્યમ આંચ પર રાંધો. ત્યારબાદ સોયા સોસ અને ટોમેટો સોસો નાખી ૨ મિનિટ સુધી રાંધો. હવે અડધા કપ પાણીમાં ૧ ચમચી કોર્નફ્લોર મિક્સ કરી પેનમાં નાખો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં પનીર મિક્સ કરો. તેને હળવા હાથથી હલાવો જેથી પનીરના ટુકડા તૂટે નહિ. થોડીવાર પછી ગેસ બંધ કરી લો.

5. કોબી મંચુરિયન

સામગ્રી :
૧ મિડીયમ કોબી
મકાઈનો લોટ – ૧ ચમચી
મીઠું સ્વાદ અનુસાર
૧ લીલું મરચું બારીક સમારેલ
૧,૧/૨ ચમચી આડું પેસ્ટ
૧,૧/૨ ચમચી લસણની પેસ્ટ
1 કપ બારીક સમારેલ ડુંગળી
1/૪ ચમચી આજીનો મોટો
૨ ચમચી સોયા સોસ
૨-૩ ચમચી ટોમેટો કેચપ
૨ ચમચી તેલ

રીત : પાણીની મદદથી મેંદો, કોર્નફ્લોર અને મીઠું મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. એક ચમચી આદુ અને લસણની પેસ્ટ મિક્સ કરો અને તેમાં કોબીનાં ટુકડા બોળી ગરમ તેલમાં તળી લો. હવે એક બીજી કઢાઈ અથવા પેન લો અને તેમાં બચેલ આદુ-લસણની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં સમારેલ ડુંગળી અને મરચું નાખી ફ્રાય કરો. હવે તેમાં આજીનોમોટો, સોયા સોસ અને ટોમેટો સોસ મિક્સ કરો. જ્યારે બધી સામગ્રીઓ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં તળેલ કોબી મિક્સ કરી લો. જ્યારે કોબીમાં બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે સમજવું કે તમારું કોબી મંચુરિયન તૈયાર છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY