મહેમાનો માટે બનાવો આ ખાસ Welcome Drinks

0
2328

1. લીચી સ્મુધી

સામગ્રી :
૧ મધ્યમ આકારનું કેળું છોલેલુ અને સમારેલું
૨ કપ સમારેલું પાઈનેપલ
૨ કપ લીચી
૨/૩ કપ લો ફેટ દહીં
૧ ચમચી વેનીલા એસન્સ
૨-૩ ચમચી મધ
૨-૩ બરફના ટુકડા

રીત :કેળું, પાઈનેપલ અને લીચીને બેકિંગ શીટમાં લપેટી ફ્રિજમાં લગભગ ૧૫ મિનિટ માટે રાખો. હવે ફ્રિજ માંથી નીકાળી તેમાં બ્લેન્ડર ફેરવી જાળી પેસ્ટ તૈયાર કરો. દહીં ઉમેરી તેને ફરીથી બ્લેન્ડર કરો. વેનીલા એસન્સ અને મધ ઉમેરો. ત્યારબાદ તેમાં બરફના ટુકડા અને પાઈનેપલના ટુકડાથી સજાવીને ઠંડું-ઠંડું સર્વ કરો.

2. જામફળનું શરબત

સામગ્રી :
૧ કિગ્રા જામફળ
૫૦૦ ગ્રામ લીંબુ
૧૧/૨ કિગ્રા ખાંડ
૫૦૦ ગ્રામ પાણી ચાસણી માટે
૨૦ ગ્રામ મરીનો ભૂકો
૨૦ ગ્રામ સંચળ
૨૦ ગ્રામ જીરૂં પાવડર
મીઠું સ્વાદાનુસાર
પાણી જરૂર મુજબ

રીત :સૌપ્રથમ જામફળને ધોઈને સાફ કરીને કટ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને બાફી લો. હવે તેને ઠંડા થવા દો. ત્યાર બાદ તેને મિક્ષરમાં ક્રશ કરી લો. હવે ખાંડમાં પાણી ઉમેરીને ચાસણી બનાવી લો. ત્યારબાદ ચાસણી તૈયાર થઈ જાય એટલે તેને ઠંડી થવા દો. ઠંડુ પડે એટલે તેમાં લીંબુનો રસ, જામફળનો પલ્પ, મરી પાવડર, જીરૂં, સંચળ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધી જ સામગ્રી બરાબર મિક્ષ થઈ જાય એટલે તેને બોટલમાં ભરી લો. સર્વ કરતી વખતે ગ્લાસમાં એક ભાગ શરબત અને ત્રણ ભાગ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરીને સર્વ કરવુ.

3. કોલ્ડકોફી વિથ આઈસ્ક્રીમ

સામગ્રી :
૧ ગ્લાસ ઠંડું દૂધ
૨ ચમચી વેનીલા આઈસ્ક્રીમ
૧,૧/૨ ચમચી કોફી પાવડર
૨ ચમચી ગરમ દૂધ
૪ ચમચી ખાંડ
૫-૬ ટુકડા બરફ

રીત :સૌથી પહેલા ગરમ દૂધમાં કોફી નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે બધી સામગ્રીને મિક્સરમાં નાખીને સારી રીતે મિક્સ લો. લાંબા કાચના ગ્લાસમાં આ મિશ્રણ નાખીને સર્વ કરો.

4. ચોકલેટ અને પીનટ બટર સ્મુધી

સામગ્રી :
ચોકલેટના ટુકડા – ૧ મોટી ચમચી
પીનટ બટર – ૧ મોટી ચમચી
કોકો પાવડર – ૧/૨ મોટી ચમચી
દહીં – ૧/૪ કપ
બદામ દૂધ – ૩ કપ
કેળા – ૨ નંગ

રીત : કેળા, ચોકલેટના ટુકડા, અળસીના બીજ, પીનટ બટર, કોકો પાવડર, ૨ ચમચી મધ, દહીં અને બદામ દૂધને એકસાથે મિક્સ કરી બ્લેન્ડર ફેરવી લો. ૪ અલગ ગ્લાસ લઈ તેમાં સ્મુધી નાખો અને ઠંડુ કરી સર્વ કરો.

5. સ્ટ્રોબેરી સ્મુધી

સામગ્રી :
સમારેલી સ્ટ્રોબેરી – ૪
દહીં – ૧ કપ
ઠંડુ દૂધ – ૧/૨ કપ
ખાંડ – ૧ મોટી ચમચી
સ્ટ્રોબેરી સ્લાઈસ – ૧ નાની ચમચી

રીત :સ્ટ્રોબેરી, દહીં, દૂધ અને ખાંડ એકસાથે મિક્સ કરી બ્લેન્ડ કરી લો. ગ્લાસમાં બરફની છીણ નાખી તૈયાર મિશ્રણ નાખો અને સ્ટ્રોબેરીની સ્લાઈસથી સજાવીને સર્વ કરો.

6. કોકોનટ મોકટેલ

સામગ્રી :
નાળિયેર પાણી (ઠંડુ) – ૨૦૦ મિલી લીટર
લીંબુ – અડધું
ખાંડની ચાસણી – ૫ મિલિ લીટર
મધ
૪ – ૫ ફુદીનાના પત્તા
બરફના ટુકડા

રીત : સૌ પ્રથમ લીંબુનો રસ, ખાંડની ચાસણી, મધ, બરફ અને ફુદીનાના પત્તા મિક્સ કરી બ્લેન્ડર ફેરવી લો. ત્યારબાદ તેમાં નારિયેળ પાણી મિક્સ કરી બ્લેન્ડ કરી લો. હવે ગ્લાસમાં આ મિશ્રણ નાખી તેની ઉપર બરફના ટુકડા નાખો અને ઠંડુ-ઠંડુ કોકોનટ મોકટેલ સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY