બનાવો ગરમાગરમ ગાર્લિક પરોઠા

0
1736

1. ગાર્લિક પરોઠા રેસિપી

શિયાળામાં મોટાભાગના લોકો ઘરે બ્રેકફાસ્ટમાં પરોઠા બનાવતા હોય છે. તમે ઘણા પ્રકારના પરોઠાની રેસીપી તમે ટ્રાય કરી હશે પરંતુ આજે અમે તમને જણાવીશું એવા સ્વાદિષ્ટ પરોઠાની રેસિપી જે થોડા સ્પાઈસી અને ટેસ્ટી છે. આજે અમે તમને જણાવીશું ગાર્લિક પરોઠા રેસિપી. રેસિપી માટે જુઓ આગળની સ્લાઈડ..

2. ગાર્લિક પરોઠા રેસિપી

ગાર્લિક પરોઠા બનાવવા માટેની સામગ્રી :
લસણ – ૧૦ પીસ
ફુદીનાના પત્તા – ૫
કોથમીર
ચાટ મસાલો – ૧ ચમચી
લીલા મરચા – ૨
ઘી – ૨ ચમચી
ઘઉંનો લોટ – ૨ કપ
મીઠું સ્વાદાનુસાર
રેસિપી માટે જુઓ આગળની સ્લાઈડ..

3. ગાર્લિક પરોઠા રેસિપી

ગાર્લિક પરોઠા બનાવવા માટેની રીત:
-સૌ પ્રથમ લસણ અને લીલા મરચાને ક્રશ કરી તેમાં સમારેલા ફુદીનાના પત્તા અને લીલી કોથમીર સરખી રીતે મિક્સ કરી લો.
– ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું અને ચાટ મસાલો મિક્સ કરો.
– હવે એક બાઉલમાં લોટ લો અને તેમાં ૧ ચમચી દેશી ઘી અને લસણની પેસ્ટ મિક્સ કરી હળવા હાથે લોટ બાંધી લો.
-ત્યારબાદ લોટમાંથી નાના-નાના ગુલ્લા લઇ તેના પરોઠા વણી લો.
– ત્યારબાદ ધીમી આંચ પર પરોઠા બંને તરફ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે ગ્રાર્લિક પરોઠા. તેને દહીં અને આચારની સાથે સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY