દિવાળીમાં મહેમાનો માટે બનાવો આ ખાસ મીઠાઈ

0
2075

1. ઘૂઘરા

સામગ્રી :
300 ગ્રામ મેંદો
૧૫૦ ગ્રામ રવો
૨૨૫ ગ્રામ દળેલી ખાંડ
૧૫૦ ગ્રામ ઘી
૫૦ ગ્રામ કોપરાનું ખમણ
૨૫ ગ્રામ ખસખસ
બદામ, પીસ્તા, ઈલાયચી, દ્રાક્ષ સ્વાદ પ્રમાણે. તળવા માટે ઘી.

રીત : સૌ પ્રથમ રવાને રતાશ પડતો શેકી લેવો. શેકાઈ જાય પછી પેણીમાંથી કાઢી નાંખવો અને ઠરવા દેવો. બરાબર રીતે ઠરી જાય પછી ચોળીને રવાને નરમ બનાવવો. પછી તેમાં બુરું ખાંડ અને બધો મસાલો નાંખી ભેળવી દેવો. મેંદામાં દૂધ નાંખીને સાધારણ કઠણ લોટ બાંધવો. પછી ઘી અને દૂધ લઈને લોટને સુંવાળો બનાવવો. અને ખૂબ કેળવવો. પછીથી પૂરી વણી તૈયાર થયેલો સાંજો તેમાં ભરવો. ઘૂઘરાની કિનારીવાળી કાંગરી પાડવી અથવા ઘૂઘરાની ડબ્બીમાં પાડવા. પેણીમાં ઘી મૂકી ઘૂઘરાને ધીમા તાપે તળી દેવા.

2. મોહનથાળ

સામગ્રી :
૪૦૦ ગ્રામ દૂઘ
૨૦૦ ગ્રામ ખાંડ
૩ કપ બેસન
૨ ચમચી દૂધ
કેસર ૧ કપ
બદામ અને પિસ્તાની છીણ

રીત : બેસન અને દૂધને સારી રીતે ભેગું કરી લો અને ૩૦ મિનિટ માટે ઢાંકીને રાખી દો. હવે એક વાસણ લો અને તેમાં ઘી ગરમ કરી લો. ત્યારબાદ તેમાં બેસન નાખીને ૧૦ મિનિટ સુધી સારી રીતે શેકો. આ મિશ્રણને સતત હલાવતા તેના કંડેન્સદૂધ અને ખાંડ ઉમેરો. આ મિશ્રણને ૧૫ મિનિટ સુધી સરખી રીતે હલાવો અને જાળું થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં કેસર નાખો અને ગેસ બંધ કરી દો. ત્યારબાદ આ મિશ્રણને ઘી લગાવેલી પ્લેટમાં નાખો અને પછી તેની ઉપર બદામ અને પિસ્તા નાખો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને તમને ગમે એવા આકારમાં કાપીને સર્વ કરી લો.

3. મૈસૂર પાક

સામગ્રી :
૧ કપ બેસન
૧ કપ ખાંડ
૨,૧/૨ કપ ઘી
૧ કપ પાણી
૧/૨ ચમચી ઈલાયચી પાવડર

રીત : બેસનને ધીમી આંચ પર શેકી લો. હવે અડધું ઘી લઈને એક પેનમાં નાખી, તેમાં ખાંડ અને એક કપ પાણી નાખી ત્યાં સુધી શેકો જ્યાં સુધી ઘટ્ટ માવો થાય નહિ. હવે તેમાં શેકેલું બેસન મિક્સ કરો અને થોડો સમય સુધી તેને શેકો. ત્યારબાદ તેમાં બચેલું ઘી નાખી ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે આછા ભૂરા રંગનું ના થાય. હવે તેમાં ઈલાયચી પાવડર નાખી આ મિશ્રણને એક થાળીમાં લઈ લો અને સરખી રીતે ફેલાવી લો. ત્યારબાદ છરી વડે તેના નાના-નાના ટુકડા કરો.

4. બેસનના લાડુ

સામગ્રી :
૫૦૦ ગ્રામ કકરુ બેસન
૨૫૦ ગ્રામ ઘી
૩૦૦ ગ્રામ દળેલી ખાંડ
૨ ચમચી ઈલાયચી પાવડર
થોડાક કાજુના ટુકડા.

રીત : એક કડાહીમાં ઘી ગરમ કરવા મુકો. બેસનને ચાળીને ઘી ની કઢાઈમાં નાખો અને સતત હલાવતા રહો. જ્યા સુધી બેસન સોનેરી રંગનુ ન દેખાય ત્યા સુધી હલાવો. પછી ગેસ પરથી ઉતારી ઠંડુ કરો. હવે તેમા દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો. આ મિશ્રણના એકસરખા લાડુ બનાવી લો. જો લાડુ ન વળી શકતા હોય તો જ થોડુક દૂધ નાખો. દરેક લાડુ પર બદામનો ટુકડો લગાવી મુકો. આ લાડુ ૧૦ દિવસ સુધી સારા રહે છે.

5. કાજુકતરી

સામગ્રી :
કાજુ – ૨૦૦ ગ્રામ
ખાંડ – ૧૦૦ ગ્રામ
ઇલાયચી પાવડર – ૧/૨ નાની ચમચી
દેશી ઘી બે ચમચી

રીત : કાજુને મિક્સરમાં નાખી બારીક ક્રશ કરી લો. ખાંડને એક પેનમાં નાખો અને ૧/૪ કપ પાણી ઉમેરો અને ખાંડ તેમાં ઓગાળી લો. ખાંડની ચાસણીને ૧-૨ મિનિટ સુધી હલાવો. ચાસણીમાં કાજુ પાવડર નાખો અને મિશ્રણને જામવાવાળી કંસીસટેન્સી સુધી રાંધો. મિશ્રણને એક થાળીમાં નાખીને ઠંડું કરો. જ્યારે મિશ્રણ એટલું ઠંડુ થઈ જાય કે હાથમાં ઉઠાવી શકાય ત્યારે તેને ગોળ લોટના લોયા જેવા લોયા બનાવો. લોયાને પાટિયા પર મૂકી તેની પર બટર પેપર મૂકો અને હાથથી તેને થોડુ દબાવો. હવે વેલણની મદદથી તેને પતલી વણી તેના કાપા કરી લો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY