ગરમીની સીઝનમાં માણો Mango Kheer ની મજા

0
850
Mango Kheer Recipe

Mango Kheer બનાવવાની સામગ્રી:
કેરીની પ્યુરી – ૪ કપ
દૂધ – ૧ લીટર
ઈલાયચી (બારીક સમારેલી) – ૧ ચમચી
કાજૂ – ૧/૨ કપ
કિશમીશ – ૧/૨ કપ
બદામ – ૧/૨ કપ
ઘી – 3 થી ૪ ચમચી
બાસમતી ચોખા – ૧ કપ
કેસર – ૧ ચમચી
ખાંડ સ્વાદ પ્રમાણે

કેરીની ખીર બનાવવા માટેની રીત:
ખીર બનાવવા માટે સૌ પ્રથમ એક ઊંડું વાસણ લો. તેમાં ખીર બનાવી હોય તેટલું દૂધ લો. ત્યારબાદ તેમાં બારીક સમારેલી ઈલાયચી મિક્સ કરો. પછી તેમાં મેંગો પ્યુરી, કાજૂ, બદામ અને કિશમીશ મિક્સ કરો. હવે એક બીજું વાસણ લો અને તેમાં ઘી નાખી ધીમી આંચ પર ગરમ કરો. ત્યારબાદ તેમાં ચોખા નાખો અને ૨ થી 3 મિનિટ સુધી હલાવો. ત્યારબાદ કેસરને પણ દૂધ વાળા વાસણમાં મિક્સ કરો અને ફ્રાય કરેલા ચોખા મિક્સ કરી તેને ૪ થી ૫ મિનિટ સુધી હલાવતા રહો. હવે વાસણને ઢાંકણથી ઢાંકી ગેસની આંચ ધીમી કરી દો. ચોખા સરખી રીતે રંધાઈ જાય તેની ૧૦ મિનિટ પછી ઢાંકણું હટાવી લો. હવે જોવો કે ખીર ઘટ્ટ થઇ છે કે નહિ. ખીર ઘટ્ટ થઇ જાય પછી ગેસ બંધ કરી દો. હવે ખીરને ઠંડી કરી તેને ફ્રિજમા રાખી લો. ત્યારબાદ કેરીની ખીરને એક બાઉલમાં લઇ લો અને તેને ગાર્નીશ કરી સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY