શિયાળામાં બનાવો સિંગદાણાનો હલવો, નોંધી લો રેસિપી

0
1545

1. સિંગદાણાનો હલવો

હલવાનું નામ સાંભળતા જ બધાના મોમાં પાણી આવી જતું હોય છે. શિયાળામાં લોકો ગાજરનો હલવો ખૂબ મજાથી ખાતા હોય છે. પરંતુ એક અન્ય હલવો પણ છે, જે શિયાળામાં તમને અલગ સ્વાદનો અનુભવ કરાવી શકે છે, તે છે સિંગદાણાનો હલવો. રેસિપી માટે જુઓ આગળની સ્લાઈડ…

2. સિંગદાણાનો હલવો

સામગ્રી :
સિંગદાણા – ૨ કપ
મિલ્ક પાવડર – ૧ કપ
બટર – ૨ ચમચી
ખાંડ – ૧ કપ
ઈલાયચી પાવડર – ૧/૨ ચમચી
પાણી – ૧ કપ
વેનીલા એસન્સ – ૧ ટીપું

રેસીપી માટે જુઓ આગળની સ્લાઈડ…

3. સિંગદાણાનો હલવો

– સૌ પ્રથમ મગફળી ફોલી તેમાંથી દાણા બહાર કાઢી લો અને મિક્સીમાં બારીક ક્રશ કરી લો.
– ત્યારબાદ પાણીમાં મિલ્ક પાવડર મિક્સ કરો અને તેમાં ખાંડ, મગફળી પાવડર અને બટર મિક્સ કરો.
– હવે આ મિશ્રણને એક ફ્રાયપેનમાં લઇ તે બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ધ્યાન રાખવું કે તેને સતત હલાવતા રહેવું.
– આ મિશ્રણ જ્યારે ઘટ્ટ થઇ જાય ત્યારે તેમાં વેનીલા એસન્સ અને ઈલાયચી પાવડર મિક્સ કરો.
– ત્યારબાદ તેને સતત હલાવતા રહો અને પછી ગેસ બંધ કરી દો.
– હવે એક ઘી લગાવેલ એક થાળી લો અને તેમાં આ મિશ્રણ મિક્સ કરી દો.
– આ મિશ્રણ ઠંડુ થવા દો અને ત્યારબાદ તે ઠંડુ થઇ જાય પછી હળવા હાથે તમારા મનપસંદ શેપમાં કાપો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY