ઘરે બનાવો પંજાબી સ્ટાઈલમાં દાલ મખની

0
2833

1. દાલ મખની રેસિપી

દાલ મખની એક સ્વાદિષ્ટ અને ક્રિમી દાલ છે. આ એક પંજાબી રેસિપી છે. પંજાબની ફેમસ દાલ મખની બધાને પસંદ આવે છે. આ ફક્ત ખાવામાં સ્વાદિષ્ટ હોતી નથી પરંતુ તેમાં પ્રોટીન અને ફાઈબર પણ વધારે માત્રામાં હોય છે. તો તમે પણ નોંધી લો દાલ મખની બનાવવાની રેસિપી. દાલ મખની બનાવવાની રીત માટે જુઓ આગળની સ્લાઈડ…

2. દાલ મખની રેસિપી

દાલ મખની બનાવવા માટેની સામગ્રી :
૧૦૦ ગ્રામ અડદની દાળ આખી રાત પલાળેલી
૨ ચમચી રાજમા
૧ ચમચી આદુની પેસ્ટ
૧ ચમચી આદુ-લસણની પેસ્ટ
૧/૨ કપ ટામેટાની પ્યુરી
૧ ચમચી લાલ મરચું પાવડર
૧ ચમચી ગરમ મસાલો પાવડર
૧/૨ કપ બટર
૧/૨ કપ ફ્રેશ ક્રીમ
મીઠું સ્વાદ અનુસાર
દાલ મખની બનાવવાની રીત માટે જુઓ આગળની સ્લાઈડ…

3. દાલ મખની રેસિપી

દાલ મખની બનાવવા માટેની રીત : દાલ મખની બનાવવા માટે સૌ પ્રથમ કૂકરમાં દાળ, રાજમા, મીઠું અને પાણી મિક્સ કરી બાફી લો અને ધીમી આંચ પર ત્રણ કલાક સુધી રાંધો. આદુ-લસણની પેસ્ટ, ટામેટાની પ્યુરી, લાલ મરચું પાવડર, ગરમ મસાલો પાવડર અને થોડું બટર નાખી ૪૫ મિનિટ સુધી રાંધો. ત્યારબાદ ક્રીમ મિક્સ કરો અને ૧૦ મિનિટ સુધી રાંધો. હવે ૧ ચમચી બટર નાખી ગરમા-ગરમ સર્વ કરો.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY