ઇફતારી પાર્ટી માટે બનાવો ખાસ ખજૂર રોલ

0
860

1. ખજૂર રોલ રેસિપી

રમઝાન દરમિયાન ખજૂરને વધારે પસંદ કરવામાં આવે છે. ખજૂરની ચટણી, બરફી જેવી વસ્તુઓ તમે ઘરે બનાવતા હશો પરંતુ જો તમે ઇફતાર પાર્ટીમાં ફેમિલી અને ફ્રેન્ડસ માટે કંઇક અલગ કરવા માંગો છો તો ખજૂરની આ રેસિપી જરૂર બનાવો. આજે અમે તમને જણાવીશું ખજૂર રોલ બનાવવાની રેસિપી. ખજૂર રોલ બનાવવા માટેની રીત માટે જુઓ આગળની સ્લાઈડ…

2. ખજૂર રોલ રેસિપી

ખજૂર રોલ બનાવવા માટેની સામગ્રી :
૩૦૦ ગ્રામ ખજૂર
૨૦૦ ગ્રામ ટોપરાની છીણ
૧૦૦ ગરમ મગફળીના દાણા શેકેલા
૧ ચમચી ઈલાયચી પાવડર
૧ કપ કિશમિશ
૧૦૦ ગ્રામ બુરું ખાંડ
૧ કપ કાજૂ-બદામ બારીક સમારેલ
ખજૂર રોલ બનાવવા માટેની રીત માટે જુઓ આગળની સ્લાઈડ…..

3. ખજૂર રોલ રેસિપી

ખજૂર રોલ બનાવવા માટેની રીત : ખજૂર રોલ બનાવવા માટે સૌ પ્રથમ ખજૂરના બીજ નીકાળી લો અને તેને બારીક સમારી લો. મગફળીના દાણા મિક્સીમાં દાણાદાર ક્રશ કરી લો. હવે એક થાળી અથવા બાઉલમાં અડધા ભાગની ટોપરાની છીણ અને ખજૂર, ક્રશ કરેલ મગફળીના દાણા, કાજૂ-બદામની કતરણ, બુરું ખાંડ અને ઈલાયચી પાવડર સરખી રીતે મિક્સ કરો. તૈયાર મિશ્રણની મોટી રોટલી બનાવી લો. હવે થાળીમાં બચેલી ટોપરાની છીણ ફેલાવી લો. મિશ્રણથી તૈયાર કરવામાં આવેલ રોટલીને ટોપરાની છીણથી સરખી રીતે લપેટી લો. હવે તેના લાંબા-લાંબા ટુકડા કાપી કિશમિશ વડે સજાવી સર્વ કરો.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY