ઝટપટ બનાવો પૌઆ સમોસા

0
3119

1. પૌઆ સમોસા રેસિપી

આમ તો તમે ઘણા પ્રકારનાં વ્યંજનનો સ્વાદ ચાખ્યો હશે પરંતુ શું તમે પૌઆ સમોસાનો સ્વાદ ચાખ્યો છે. જો નાં તો આજે અમે તમને જણાવીશું પૌઆ સમોસાની રેસિપી.

પૌઆ સમોસા બનાવવા માટેની સામગ્રી :
સ્ટફિંગ માટે :
૧/૨ કપ બારીક સમારેલ ગાજર, કોબીજ
શિમલા મરચું
૨ ચમચી આદુ-લસણ, લીલા મરચાની પેસ્ટ
૨ ચમચી સોયા સોસ
વિનેગર અને ચિલી સોસ
૧ ક્યુબ ચીઝ ક્રશ કરેલ
૫૦ ગ્રામ પનીર મેશ કરેલ
મીઠું સ્વાદ અનુસાર
૧ ચમચી તેલ

કવરિંગ માટે :
૧ બાઉલ પૌંઆ પાવડર
૧૦૦ ગ્રામ મેંદો
૨ ચમચી સોજી
૨ ચમચી તેલ
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
પૌઆ સમોસા બનાવવા માટેની રીત માટે જુઓ આગળની સ્લાઈડ…

2. પૌઆ સમોસા રેસિપી

પૌઆ સમોસા બનાવવા માટેની રીત : પૌઆ સમોસા બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરી સ્ટફિંગની બધી સામગ્રી મિક્સ કરી શેકી લો. કવરિંગની બધી સામગ્રીમાં થોડું તેલ નાખી લોટ બાંધી લો. હવે લોટ માંથી લોયા લઈ રોટલી વણી લો. અર્ધવર્તુળાકાર કાપી એક ભાગને કોનની જેમ વાળી લો. ગરમ તેલમાં સમોસા બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

 

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY