આ રીતે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા

0
2636

1. પનીર બટર મસાલા રેસિપી

પનીર બટર મસાલા બનાવવા માટેની સામગ્રી :
પનીર – ૨૫૦ ગ્રામ
ટામેટા – ૩ મિડીયમ આકારના
લીલા મરચા – ૧ થી ૨
આદુ – ૧ ઈંચનો ટુકડો
ક્રિમ – ૧/૨ કપ
માખણ – ૨ ચમચી
લીલી કોથમીર – ૨ ચમચી
લાલ મરચું પાવડર – ૧/૪ ચમચી
હળદર પાવડર – ૧/૪ ચમચી
ધાણા પાવડર – ૧ નાની ચમચી
કસુરી મેથી – ૧૨ નાની ચમચી
મીઠું સ્વાદાનુસાર
ગરમ મસાલો – ૧/૪ નાની ચમચી
જીરું પાવડર – ૧/૨ ચમચી
પનીર બટર મસાલા બનાવવા માટેની રીત…..

2. પનીર બટર મસાલા રેસિપી

પનીર બટર મસાલા બનાવવા માટેની રીત : પનીર બટર મસાલા બનાવવા માટે સૌ પ્રથમ ટામેટા, આદુ અને લીલા મરચા ધોઈ અને સૂકવી મોટા-મોટા ટુકડામાં સમારી લો. આ બધાને એક સાથે મિક્સીમાં પીસી બારીક પેસ્ટ બનાવી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ૧ ચમચી બટર નાખી પીગળાવી તેમાં જીરું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર મિક્સ કરી શેકી લો. તેને શેકી ટામેટા, આદુ અને લીલા મરચાની પેસ્ટ નાખો અને લાલ મરચું પાવડર અને કસૂરી મેથી નાખી ત્યાં સુધી શેકો જ્યાં સુધી ઘી અથવા તેલ છુટું નાં પડે. હવે મસાલામાં ક્રિમ, મીઠું, કોથમીર અને ગરમ મસાલો મિક્સ કરો. ત્યારબાદ ૧/૨ કપ પાણી રેડો. તેનો ઉભરો આવવા દો. તમારી ગ્રેવી તૈયાર છે. હવે તેમાં સમારેલ પનીર નાખી મિક્સ કરો. તેને ઢાંકી ૩-૪ મિનિટ સુધી હલાવો. ગેસની આંચ ધીમી રાંખો. ત્યારબાદ ઢાંકણું ખોલી બચેલું બટર પણ મિક્સ કરો. તૈયાર છે પનીર બટર મસાલા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY