આ રીતે બનાવો ટેસ્ટી છોલે બિરયાની

0
3224

1. છોલે બિરયાની રેસિપી

છોલે બિરયાની બનાવવા માટેની સામગ્રી :
કાબુલી ચણા – ૧ કપ
ઘી – ૨ ચમચી
જીરૂ – ૧ ચમચી
લવિંગ -૫
૧ ઈંચ તજ
ઝીણા સમેરલા લીલા મરચાં – ૨
લાલ મરચું -૧/૨ ચમચી
પુલાવ મસાલા -૧/૨ ચમચી
મીઠુ સ્વાદાનુસાર
કાળી ઈલાયચી – ૧
બાસમતી ચોખા – ૨ કપ
આદુની પેસ્ટ – ૧ ચમચી
ટામેટુ – ૧ (સમારેલું)
છોલે બિરયાની બનાવવાની રીત માટે જુઓ આગળની સ્લાઈડ…..

2. છોલે બિરયાની રેસિપી

છોલે બિરયાની બનાવવા માટે સૌ પ્રથમ કાબુલી ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.

3. છોલે બિરયાની રેસિપી

બાસમતી ચોખાને થોડો ટાઈમ પાણીમાં પલાળી રાખો.

4. છોલે બિરયાની રેસિપી

એક વાસણમાં ૩ કપ પાણી ગરમ કરો. પાણી ગરમ થઈ જાય ત્યારે તેમાં ૨ થી ૩ ઈલાયચી, ૧.૫ ઇંચ તજ, ૧ તમાલ પત્ર, ૩ લવિંગ અને અન્ય આખા ગરમ મસાલા મિક્સ કરો.

5. છોલે બિરયાની રેસિપી

જરૂરિયાત પ્રમાણે તેમાં મીઠું મિક્સ કરો.

6. છોલે બિરયાની રેસિપી

ગેસની આંચ ફૂલ કરી પાણી ઉકાળો.

7. છોલે બિરયાની રેસિપી

તેમાં પલાળેલા ચોખા મિક્સ કરો.

8. છોલે બિરયાની રેસિપી

હવે ચોખાને ગરમ પાણીમાં ઉકળવા દો.

9. છોલે બિરયાની રેસિપી

જ્યારે ભાત બફાઈ જાય ત્યારે ગેસ બંધ કરી લો. ભાતમાંથી પાણી નીતારી લો.

10. છોલે બિરયાની રેસિપી

ભાત તૈયાર થઈ જાય પછી ગ્રેવી તૈયાર કરવી. એક વાસણમાં ૨ ચમચી તેલ લઈ ગરમ કરો. તેમાં ૧ ચમચી જીરું, ૨ થી ૩ ઈલાયચી, ૧.૫ ઇંચ તજ, ૧ તમાલ પત્ર, ૨ થી ૩ લવિંગ વગેરે મિક્સ કરો.

11. છોલે બિરયાની રેસિપી

હવે તેમાં ૧ કપ ડુંગળીની સ્લાઈસ મિક્સ કરો. તેને સરખી રીતે મિક્સ કરી લો.

12. છોલે બિરયાની રેસિપી

જ્યાં સુધી ડુંગળી બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. ડુંગળી બ્રાઉન થઈ જાય ત્યારે ગેસ બંધ કરી લો. તેમાંથી અડધી ડુંગળી એક પ્લેટમાં કાઢી લો.

13. છોલે બિરયાની રેસિપી

હવે ગેસ ચાલુ કરી ફ્રાય કરેલી ડુંગળીમાં ક્રશ કરેલ આદુ, લસણ અને લીલા મરચા મિક્સ કરો.

14. છોલે બિરયાની રેસિપી

તેમાં ઝીણા સમારેલા ટામેટા મિક્સ કરો.

15. છોલે બિરયાની રેસિપી

તેમાં ૧/૨ ચમચી હળદર પાવડર, ૧/૨ લાલ મરચું પાવડર અને ૧ ચમચી ધાણાજીરું પાવડર મિક્સ કરો. તેમાં જરૂરિયાત પ્રમાણે ગરમ મસાલા મિક્સ કરો.

16. છોલે બિરયાની રેસિપી

હવે તેમાં ચણા મિક્સ કરો અને અન્ય ગરમ મસાલા મિક્સ કરો.

17. છોલે બિરયાની રેસિપી

તેમાં ૨.૨૫ કપ પાણી મિક્સ કરો. જરૂરિયાત પ્રમાણે મીઠું મિક્સ કરો.

18. છોલે બિરયાની રેસિપી

જો કૂકરમાં રાંધતા હોવ તો મીડીયમ આંચ પર ૧૮ થી ૨૦ મિનીટ સુધી ચણા બાફો. જો ફ્રાયપેનમાં રાંધતા હોવ તો જરૂરિયાત પ્રમાણે પાણી મિક્સ કરી ચણા બાફી લો. જ્યારે ચણા બફાઈ જાય ત્યારે ઢાંકણ દુર કરો અને ચેક કરો ચણા સોફ્ટ થયા છે કે નહિ? જો ચણા સોફ્ટ ના થયા હોય તો ફરીથી કૂકરનું ઢાંકણ બંધ કરી તેને રાંધો. ગ્રેવી બહુ પાતળી નાં થાય તેનું ધ્યાન રાખવું.

19. છોલે બિરયાની રેસિપી

તેમાં ૧ કપ કોકોનટ મિલ્ક મિક્સ કરો.

20. છોલે બિરયાની રેસિપી

હવે લેયરીંગ પ્રોસેસ કરો. તેમાં ૧/૪ કપ સમારેલી કોથમીર, ૧/૪ કપ ફુદીનાના પત્તા મિક્સ કરો.

21. છોલે બિરયાની રેસિપી

પછીના લેયરમાં ભાત રાખો.

22. છોલે બિરયાની રેસિપી

છેલ્લા લેયરમાં અલગ પ્લેટમાં કાઢેલ ફ્રાય ડુંગળી મૂકો.

23. છોલે બિરયાની રેસિપી

ફરીથી તેમાં ૧/૪ કપ સમારેલી કોથમીર, ૧/૪ કપ ફુદીનાના પત્તા મિક્સ કરો.

24. છોલે બિરયાની રેસિપી

હવે પ્રેશર કૂકર પર રૂમાલ બાંધી તવા પર મૂકી દો.

25. છોલે બિરયાની રેસિપી

ધીમા આંચ પર ૨૫ થી ૩૦ મિનીટ સુધી બિરયાની થવા દો.

(Photo Courtesy: vegrecipesofindia)

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY