આ રીતે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં પાલક પનીર

0
2045

1. પાલક પનીર

પાલક પનીર બનાવવા માટેની સામગ્રી :
૫૦૦ ગ્રામ પાલક
૧/૨ ચમચી ખાંડ
૨૦૦ ગ્રામ પનીર(ચોરસ ટુકડામાં કાપેલુ)
૨ ટેબલસ્પૂન તેલ
૧ ચપટી હીંગ
૧ ઈંચનો આદુંનો ટુકડો
૨ ચમચી ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન ક્રીમ અથવા મલાઈ
૧/૪ ચમચી ગરમ મસાલો
૨ ચમચી લીંબૂનો રસ
મીઠું સ્વાદાનુસાર
૧/૨ ચમચી જીરું
૨ ચમચી કસૂરી મેથી
૨ થી ૩ નંગ ટામેટા
૩ થી ૪ નંગ લીલા મરચાં
પાલક પનીર બનાવવા માટેની સ્ટેપ બાય સ્ટેપ રીત માટે જુઓ આગળની સ્લાઈડ….

2. પાલક પનીર

પાલક પનીર બનાવવા માટે સૌપ્રથમ પાલકની દંડીઓ તોડીને હટાવી દો. પાનને સારી રીતે ધોઈને એક વાસણમાં મૂકો.

3. પાલક પનીર

હવે એક વાસણમાં ૧/૪ કપ પાણી અને ખાંડ નાખી દો. તેને ઢાંકીને ઉકાળીને એક બાજુ મૂકી દો.

4. પાલક પનીર

ત્યારબાદ ૫-૬ મિનિટ માટે પાલકને ઉકાળીને ગેસ બંધ કરો.

5. પાલક પનીર

પનીરને ચોરસ ટુકડામાં કાપી અને તળીને બાજુ પર મુકી દો. ટામેટાને ધોઈને સમારી લો. લીલા મરચાંની દાંડી કાઢીને તેને સમારી લો. આદુંને છોલીને બારીક ટુકડા કરો. આ બધાને મિક્સરમાં ક્રશ કરી લો.

6. પાલક પનીર

હવે એક નોન સ્ટિક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમા હિંગ અને જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય પછી કસૂરી મેથી ઉમેરો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમાં ચણાનો લોટ ઉમેરીને થોડો શેકી લો.

7. પાલક પનીર

હવે આ મસાલામાં ટામેટા, ડુંગળી, આદું-મરચાની પેસ્ટ ઉમેરીને શેકો. ત્યાર બાદ ક્રીમ કે મલાઈ ઉમેરો. મસાલો જ્યા સુધી તેલ ન છોડે ત્યાં સુધી શેકો.

8. પાલક પનીર

ઉકાળેલી પાલકને ઠંડી કરીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. પાલકની પેસ્ટને મસાલામાં નાખી દો. રસા માટે તમને જોઈએ એટલુ પાણી અને મીઠું ઉમેરો.

9. પાલક પનીર

પાલક ઉકળે પછી તેમાં પનીરના ટુકડા ઉમેરી દો. ૨ મિનિટ ઉકાળ્યા પછી ગેસ બંધ કરી દો. પાલક પનીરનું શાક તૈયાર છે.

10. પાલક પનીર

ઉપરથી ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY