આ રીતે બનાવો ગુજરાતીઓના ફેવરેટ પાત્રા

0
3343

1. પાત્રા રેસિપી

સામગ્રી:
૨.૫ કપ ચણાનો લોટ
૧ ચમચી ધાણાજીરૂ,
૧ ચમચી હળદર,
૧ ચમચી રાઈ,
ચપટી હીંગ,
૨ ચમચી તલના દાણા,
૨ મોટી ચમચી ગોળ,
૧ ચમચી આદુ મરચાની પેસ્ટ,
તેલ
મીઠું સ્વાદાનુસાર
પાત્રા બનાવવા માટેની રીત માટે જુઓ આગળની સ્લાઈડ….

2. પાત્રા રેસિપી

પાત્રા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લો. તેમાં ધાણાજીરુ, હીંગ, આદુ મરચાની પેસ્ટ, મીઠું, તલ, તેલ નાખી સરખી રીતે મિક્સ કરી લો.

3. પાત્રા રેસિપી

હવે તૈયાર કરેલા મસાલામાં ગોળનું પાણી અને આંબલીનું પાણી મિક્સ કરો. મિશ્રણ વધારે પાતળું કે જાડુ ના થાય તેનું ધ્યાન રાખવું.

4. પાત્રા રેસિપી

હવે પાત્રા બનાવવાના પાનને પાણીથી ધોઈ સાફ કરવા અને પાનના ડાળખાને ચપ્પુની મદદથી કાપી લો.

5. પાત્રા રેસિપી

[scg_html_300250]
ત્યારબાદ એક પાન લઈને તેની બીજી તરફ ચણાના લોટનું મિશ્રણ સરખી રીતે ફેલાવી લો. આ રીતે તેના પર બીજું પાન રાખી તેના પર પણ ચણાના લોટનું મિશ્રણ લગાવો. આ રીતે બધા પાન પર ચણાના લોટનું મિશ્રણ લગાવો.

6. પાત્રા રેસિપી

ચણાના લોટની પેસ્ટ લાગી જાય છે પછી પાનને હળવા હાથે રોલ કરી દેવા અને તે સમયે પણ તેના પર ચણાનો લોટ લગાવવો.

7. પાત્રા રેસિપી

હવે સ્ટીમ કૂકરમાં થોડું પાણી લો અને કૂકરની જાળી વાળી પ્લેટમાં તેલ લગાવી તેમાં રોલ મૂકી તેને બાફી લો.

8. પાત્રા રેસિપી

રોલ બફાઈ જાય અને ઠંડો થાય ત્યારે તેની ગોળ ગોળ સ્લાઈસ કાપી લો.

9. પાત્રા રેસિપી

પાત્રા વઘારવા માટે એક પેનમાં ધીમા તાપે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં તલ નાંખો. રાઈ ફૂટે એટલે તેમાં પાત્રા નાંખીને હલાવી લો. તૈયાર છે ગરમાગરમ પાત્રા.

(Photo Courtesy: vegrecipesofindia)

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY