Step By Step: આ રીતે ઘરે બનાવો ક્રિસ્પી સમોસા

0
1461

1. સમોસા રેસિપી

સમોસા બનાવવા માટેની સામગ્રી:
બાફેલાં બટાકાં – ૪
મેંદો – ૨૫૦ ગ્રામ
આદું-મરચાની પેસ્ટ
લીલા વટાણાં બાફેલાં – ૧૦૦ ગ્રામ
વરિયાળી, ઝીણી સમારેલી કોથમીર
મરચું, ગરમ મસાલો, હિંગ, હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
તેલ જરૂર પ્રમાણે
સમોસા બનાવવાની રીત માટે જુઓ આગળની સ્લાઈડ…

2. સમોસા રેસિપી

સમોસા બનાવવા માટે સૌ પ્રથમ મેંદાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પૂરતું મોણ નાખી કઠણ લોટ બાંધીને થોડીવાર રહેવા દો.

3. સમોસા રેસિપી

ત્યારબાદ સ્ટફિંગ માટે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં હિંગ, તજ, લવિંગ અને બાફેલાં લીલા વટાણાં સાંતળવા.

[scg_html_300250]

4. સમોસા રેસિપી

હવે તેમાં મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર હલાવો.

5. સમોસા રેસિપી

હવે તેમાં બાફેલાં બારીક સમારેલાં બટાકા ઉમેરીને કોથમીર મિક્સ કરો અને આ મિશ્રણ ઠંડું થવા દો.

6. સમોસા રેસિપી

મેંદાના લોટમાંથી લૂઓ લઇને તેની રોટલી વણો.

7. સમોસા રેસિપી

હવે રોટલીને વચ્ચેથી કાપી લો.

8. સમોસા રેસિપી

તેમાં સ્ટફિંગ ભરી સમોસાનો આકાર આપો.

9. સમોસા રેસિપી

આ રીતે બધા સમોસા તૈયાર કરીને તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા.

10. સમોસા રેસિપી

તૈયાર છે ક્રિસ્પી સમોસા તેને ચા અથવા ચટણી સાથે સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY