આ રીતે ઘરે બનાવો ડિફરન્ટ પરોઠા

0
5022

1. સ્વીટ કોર્ન પરોઠા

સામગ્રી:
૧ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ સ્વીટ કોર્ન
૧/૨ કપ દહીં
૧ ચમચી આદુ પેસ્ટ
૧ લીલું મરચું
ઝીણી સમારેલી થોડી કોથમીર
૧/૪ કપ લીલી ડુંગળી
૧ ચપટી હળદર
છીણેલું થોડુ ચીઝ
મીઠું સ્વાદ માટે

રીત :
– સૌપ્રથમ સ્વીટ કોર્ન અને લીલું મરચું ગ્રાઈન્ડ કરી દો.
– હવે ગ્રાઈન્ડ કરેલું સ્વીટ કોર્ન,ઘઉંનો લોટ,દહીં,આદુ પેસ્ટ,કોથમીર,લીલી ડુંગળી,હળદર અને મીઠું ભેગાં કરીને કણક બનાવી દો.
– તેના મધ્યમ કદના લુઆ પડીને તેને વણી લો.
– વણતી વખતે જો કણક ચોટે તો તમે તેને સાદા ઘઉંના લોટમાં બોળીને વણી શકો છો.
– હવે તેને એક પેનમા મૂકો અને બન્ને બાજુ એને સેકાવા દો.
– ત્યારબાદ તેની ઉપર છીણેલું ચીઝ નાંખીને તેને સર્વ કરો.

2. પનીર પરોઠા

સામગ્રી :
૧ કપ છીણેલું પનીર/કોટેજ ચીઝ
૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી
૧ નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ
૨ નંગ ઝીણાં સમારેલાં લીલાં મરચાં
૧ ટી સ્પૂન લસણની પેસ્ટ
૧/૨ ટી. સ્પૂન ગરમ મસાલો
૧ ટી. સ્પૂન જીરું
૨ ટી સ્પૂન. તેલ
ચપટી હળદર
મીઠું સ્વાદ પ્રમાણે

પરોઠાનો લોટ બાંધવા માટે :
૨ કપ ઘઉં અથવા મેંદાનો લોટ
૧ કપ પાણી
૧ ચમચી ઘી
મીઠું સ્વાદાનુસાર

રીત : લોટમાં થોડું મીઠું તથા ઘી અને જરૂર મુજબનું પાણી નાખીને લોટ બાંધી દો. હવે એક વાસણ લઇને તેમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ થાય એટલે ઘીમ ગેસ કરીને જીરુંનો વઘાર કરો. જ્યારે જીરું તતડી રહે ત્યારે તેમાં લસણની પેસ્ટ અને કેપ્સિકમ ઉમેરો. પછી તેમાં હળદર, મીઠું, ગરમ મસાલો, લીલાં મરચાં નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું. મસાલો બરાબર ચઢી જાય ક્યારે તેમાં છીણેલું પનીર નાખીને મસાલાને બરાબર હલાવી લો. પનીર અને મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને મિશ્રણને થોડું ઠરવા દેવું.

ત્યારબાદ પરોઠાના લોટમાંથી એકસરખા ગુલ્લા કરી તેને વણીને તેમાં પૂરણ ભરો. પૂરણ ભર્યા બાદ તેને સરખી રીતે ગોળ વણીને તવીમાં તેલથી ગોલ્ડન બ્રાઉન કલરના શેકી લેવા. ગરમાંગરમ પરોઠા તમે દહીં કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

3. પાલક પરોઠા

સામગ્રી :
પાલકના પાંદડા – ૧ કપ
લીલા મરચા ઝીણા સમારેલા – ૨ થી ૩
ઘઉંનો લોટ – ૨ કપ
હિંગ – ચપટી
તેલ અથવા ઘી – ૧/૨ બાઉલ

રીત :સૌથી પહેલા પાલકને સ્વચ્છ પાણીથી સાફ કરી લો અને તેને જીણી સમારી લો. લોટમાં સમારેલી પાલક, ચપટી હિંગ, ૨ ચમચી તેલ, લીલા મરચા અને થોડું પાણી લઈને લોટ બાંધી લો. લોટને ૧૦ મિનિટ સુધી ઢાંકીને રાખો. હવે પરોઠા વણી તેને ગરમ તવા પર તેલ લગાવીને બંને તરફ સારી રીતે શેકી લો.

4. મિક્સ વેજ. પરોઠા

સામગ્રી :
૧ કપ ઘઉં નો લોટ, ૧ કપ મેંદો
૨ ટી.સ્પૂન સોયાબીન નો લોટ, ૨ ટેબ.સ્પૂન છીણેલી ડુંગળી
૨ ટેબ.સ્પૂન છીણેલી કોબીજ, ૨ ટેબ.સ્પૂન છીણેલું ગાજર
૧ ટી.સ્પૂન કસૂરી મેથી, ૨ થી ૩ લીલા મરચા ક્રશ કરેલા
૧ નાનો ટુકડો આદુ ક્રશ કરેલું, સ્વાદ પ્રમાણે મીઠું
૨ ટેબ.સ્પૂન તેલ મોવણ માટે
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબ.સ્પૂન મોળું દહીં
શેલો ફ્રાય કરવા માટે તેલ
બટર ઉપરથી મુકવા માટે

રીત : સૌ પ્રથમ ડુંગળી, કોબીજ, ગાજર, કસૂરી મેથી, દહીં અને તેલ મિક્સ કરી મસળી ૧ મિનીટ માટે રાખી મુકો.ત્યારબાદ તેમાં બધા લોટ કોથમીર, મરચા અને આદુ ઉમેરી મિક્સ કરી ફરી ૨ મિનીટ માટે રહેવા દો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી પરોઠા નો લોટ બાંધો. લોટ ને ૨ મિનીટ માટે ઢાંકીને રાખો ત્યારબાદ તેમાંથી પરોઠા વણી લો . જરૂર જણાય તો ચોખાના લોટ નું ઓટામણ લઇ વણો. તવી પર તેલ કે બટર લગાવી બદામી રંગ ના શેકી લો.પીરસતા પહેલા ઉપર થોડું બટર મુકો.ગરમ ગરમ પરોઠા લીલી ચટણી અને દહીં સાથે પીરસો.

5. ફુદીનાના ખસ્તાં પરોઠા

સામગ્રી :
૧૦૦ ગ્રામ ઘઉનો લોટ
૧૦૦ ગ્રામ મેંદો
૧૦૦ ગ્રામ ચણાનો લોટ
૫૦ ગ્રામ ઝીણો રવો
૪ ચમચા પુદીનાનાં પાન (ઝીણાં સમારેલા)
૧ કપ બાફીને મેશ કરેલી અળવી
૧ ચમચી અજમો પાઉડર
મીઠું સ્વાદાનુસાર
લાલ મરચાં ભૂકી
૧ મોટો ચમચો તેલ મોણ માટે
થોડુ દહીં લોટ બાંધવા માટે
તેલ પરોઠા શેકવા માટે

રીત : સૌ પ્રથમ મેંદો, લોટ, રવો, ચણાનો લોટ, મીઠું અને લાલ મરચાં ભૂકી નાખીને ચાળી લો. ત્યાર પછી તેમાં તેલનું મોણ નાખો, સાથે ફુદીનાનાં પાન, બાફીને મેશ કરેલી અળવી, અજમાને પાઉડર મિકસ કરો તથા દહીંથી ઢીલો લોટ બાંધો, અડધા કલાક સુધી તેને ઢાંકી રાખો. હવે આ લોટમાંથી લૂઆ બનાવો અને ત્રિકોણ પરોઠાં બનાવી ગરમ તવા પર તેલ કે ઘીથી સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. ત્યાર બાદ તેને ગરમાગરમ સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY