વેજીટેબલ સ્પ્રિંગરોલ રેસિપી

0
2153

1. વેજીટેબલ સ્પ્રિંગરોલ

વેજીટેબલ સ્પ્રિંગરોલ બનાવવા માટેની સામગ્રી :
૨ ચમચી તેલ
૧૫૦ ગ્રામ કોબીજ
૮૦ ગ્રામ ગાજર
૧ મિડીયમ કેપ્સીકમ
૭ થી ૮ ફ્રેંચ બીન્સ
૨ થી ૩ નાની અને મીડીયમ ડુંગળી
૧/૨ ચમચી મરી પાવડર
૧ ચમચી સોયા સોસ
નુડલ્સ
૨ થી ૩ લીલી ડુંગળી (સમારેલી)
તળવા માટે તેલ
વેજીટેબલ સ્પ્રિંગરોલ બનાવવાની રીત માટે જુઓ આગળની સ્લાઈડ……

2. વેજીટેબલ સ્પ્રિંગરોલ

૭૫ ગ્રામ નુડલ્સને પેકેટ પર આપેલ માહિતી પ્રમાણે બાફી લો.

3. વેજીટેબલ સ્પ્રિંગરોલ

જ્યારે નુડલ્સ બફાઈ જાય ત્યારે તેમાંથી પાણી નીતારી લો.

4. વેજીટેબલ સ્પ્રિંગરોલ

હવે બધા શાકભાજી ઝીણા નહિ પરંતુ ફોટામાં બતાવ્યા પ્રમાણે ઉભા સમારી લો. કેપ્સીકમને સ્લાઈસમાં સમારી લો.

5. વેજીટેબલ સ્પ્રિંગરોલ

તમે રેડ કોબીજ અને મશરૂમનો પણ સ્ટફિંગ માટે યુઝ કરી શકો છો.

6. વેજીટેબલ સ્પ્રિંગરોલ

એક કઢાઈમાં ૨ ચમચી તેલ લો. તેને મિડીયમ આંચ પર ગરમ કરો. ત્યારબાદ તેમાં સમારેલ લીલી ડુંગળી મિક્સ કરો.

7. વેજીટેબલ સ્પ્રિંગરોલ

ત્યારબાદ તેમાં બધા શાકભાજી મિક્સ કરો.

8. વેજીટેબલ સ્પ્રિંગરોલ

હવે ગેસની આંચ ફૂલ કરો અને બધા શાકભાજી ફ્રાય કરો.

9. વેજીટેબલ સ્પ્રિંગરોલ

હવે ૧/૨ ચમચી મારી પાવડર મિક્સ કરો.

10. વેજીટેબલ સ્પ્રિંગરોલ

૧ ચમચી સોયા સોસ મિક્સ કરો. મરી પાવડર અને સોય સોસ સરખી રીતે મિક્સ કરી લો.

11. વેજીટેબલ સ્પ્રિંગરોલ

હવે બાફેલી નુડલ્સ મિક્સ કરો.

12. વેજીટેબલ સ્પ્રિંગરોલ

હવે ગેસ બંધ કરી લો અને ૨ થી ૩ ચમચી લીલી ડુંગળી મિક્સ કરો.

13. વેજીટેબલ સ્પ્રિંગરોલ

આ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી ઠંડુ થવા દો.

14. વેજીટેબલ સ્પ્રિંગરોલ

એક બાઉલમાં ૬ ચમચી મેંદાનો લોટ લો તેમાં પાણી મિક્સ કરો.

15. વેજીટેબલ સ્પ્રિંગરોલ

પેસ્ટ થોડી ઘટ્ટ બનાવો અને તેમાં લોટના ગઠ્ઠાના રહે તેનું ધ્યાન રાખો.

16. વેજીટેબલ સ્પ્રિંગરોલ

મેંદાના તૈયાર મિશ્રણને નોનસ્ટીક તવા પર ફેલાવી પાતળા પેન કેક બનાવી લો.

17. વેજીટેબલ સ્પ્રિંગરોલ

દરેક પેન કેકની વચ્ચે શાકનું મિશ્રણ ભરો.

18. વેજીટેબલ સ્પ્રિંગરોલ

દરેક પેન કેકની વચ્ચે શાકનું મિશ્રણ ભરી રોલ બનાવો.

19. વેજીટેબલ સ્પ્રિંગરોલ

દરેક રોલને એક કઢાઈમાં તેલ ગરમ કરી ફ્રાય કરી લો.

20. વેજીટેબલ સ્પ્રિંગરોલ

તૈયાર છે વેજીટેબલ સ્પ્રિંગ રોલ. તેને ચટણી સાથે સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY