હોટલ જેવો Vegetable Sambar આ રીતે બનાવો ઘરે

0
2354
Vegetable Sambar Recipe

Vegetable Sambar માટેની સામગ્રી:
તુવેર દાળ – ૧/૨ કપ
ડુંગળી – ૨
ગાજર – ૨
સરગવો – ૧ લાંબી દાંડી
બટાકા – ૨
રીંગણ – ૧
ટામેટું – ૧
લાલ મરચું પાઉડર
હળદર પાઉડર
ચપટી હિંગ
તેલ
આંબલી

વેજીટેબલ સંભાર બનાવવા માટેની રીત:
વેજીટેબલ સંભાર બનાવવા માટે સૌ પ્રથમ તુવેર દાળને ધોઈ લો અને તેને ૩૦ મિનિટ સુધી પલાળીને રાખો. ત્યારબાદ દાળને બાફી લો. પ્રેશર કુકરમાં ટામેટા સિવાય બધા શાકભાજીને ૨ થી ૪ સીટી વગાડી બાફી લો. ત્યારબાદ એક બાઉલમાં પાણી લઇ તેમાં આંબલી પલાળી દો. થોડીવાર પછી તેનો રસ નીચોવી દો. હવે એક ફ્રાયપેનમાં તેલ ગરમ કરો. તેમાં મીઠા લીમડાના થોડા પત્તા, રાઈ અને હિંગ નાખો. જ્યારે રાઈ તતડવા લાગે ત્યારે તેમાં લાલ મરચું અને ડુંગળી નાખી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન નાં થાય ત્યાં સુધી હલાવો. ત્યારબાદ તેમાં આંબલીનો રસ, મીઠું, લાલ મરચું પાઉડર અને સંભાર મસાલો મિક્સ કરો. ત્યારબાર તેમાં બાફેલા શાકભાજી અને દાળ મિક્સ કરો. હવે સ્વાદ પ્રમાણે મરચું, મીઠું અને અન્ય મસાલા મિક્સ કરી દાળ ઉકળવા દો. તૈયાર છે વેજીટેબલ સંભાર.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY