Gujarat વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૬૮ ટકા જેટલું મતદાન

0
12216
68 Percent Voting in the First Phase of the Gujarat Assembly Elections

અમદાવાદ: Gujarat વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી અંતર્ગત શનિવારે રાજ્યન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં નિયત સમય દરમિયાન ૬૮ ટકા જેટલું મતદાન થયું હોવાની માહિતી સત્તાવાર રીતે પ્રાપ્ત થઈ છે. જો કે સંપૂર્ણ અને સચોટ આંકડા રવિવારે બપોર બાદ જ મળી શકે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પહેલા તબક્કાનું મતદાન શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે વોટિંગ થયું હતું. સવારે ૮ વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં સામાન્ય લોકોની વચ્ચે કેટલાક વિશેષ લોકોએ પણ મતદાન કર્યું હતું.

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધી કુલ ૬૮ ટકા મતદાન થયું હોવાની અને ઘણી જગ્યાએથી આંકડા આવવાના બાકી હજુ છે.

આનાથી એવી પણ આશા સેવવામાં આવી રહી છે કે, આ વખતે ગત ૨૦૧૨ની ગુજરાતની ચૂંટણીમાં થયેલા સૌથી વધુ મતદાનનો રેકોર્ડ તૂટી શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૧૨માં પહેલા તબક્કામાં સૌથી વધુ ૭૦.૭૫ ટકા જેટલું ભારે મતદાન થયું હતું.

રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચ દ્વારા પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતંૂ કે, રાજ્યના ૧૯ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં મતદાન આશરે ૬૮ ટકા થયું છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યમાં પહેલી વખત આટલા મોટા પાયા ઉપર તમામ EVMની સાથે VVPAT સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં પ્રથમ તબક્કામાં કુલ ૯૭૭ ઉમેદવાર માટે મતદારોએ મતદાન કર્યું છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે, રાજ્યમાં પહેલી વખત દિવ્યાંગો માટે સુગમ અને મહિલાઓ માટે સખી જેવા પ્રયોગો કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજ્યમાં થઈ રહેલા મતદાનનું ડિજિટલ મેપિંગ પણ કરવામાં આવ્યું હતું.

મતદાન કેન્દ્રો પર આખો દિવસ મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલાક બૂથ પરથી EVM સાથે ચેડા થયા હોવાની ફરિયાદો પણ આવી છે, જેના કારણે મતદાનમાં અડચણો પેદા થઈ હતી. જયારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રહું ગાંધીએ બંને પોતપોતાના પક્ષ માટે જોરદાર પ્રચાર કર્યો હતો.

પ્રથમ તબક્કામાં કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગિર સોમનાથ, ભાવનગર, ભરુચ, નર્મદા, સૂરત, વાપી, નવસારી અને ડાંગ જિંલ્લામાં વોટિંગ થઈ થયું છે.

ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની ટક્કરને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY