Gujarat માં ભાજપ સરકાર ભીંસમાં, મગફળી કાંડ બાદ ૧૪૫ ઉચ્ચ અધિકારીઓની સાગમટે બદલી

0
3455
After Magafali Kand Gujarat Governemnt Trasfer 145 Officer Of Various Godown

Gujarat માં સરકારી ગોડાઉનમાં થતી ગેરરીતીઓ હાલમાં જ આગ લાગવાની સામે આવેલી ઘટનાના પગલે અને કોંગ્રેસ પક્ષ દ્વારા થતા સતત આક્ષેપોને પગલે સરકારે એકસાથે ૧૪૫ ઉચ્ચ અધિકારીઓની બદલી કરી નાંખી છે. જેમાં સરકારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ૧૪૫ અધિકારીઓની આંતરિક બદલીઓ કરી દીધી છે.
ગુજરાતમાં છેલ્લા ચારેક મહિનામાં મગફળીના ચાર ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં મગફળીનો જથ્થો નાશ પામ્યો હતો. આ મગફળી સરકારે ટેકાના ભાગે ખરીદી હતી. જો કે અકે શક્યતા મુજબ ગોડાઉનમાંથી સરકારની જાણ બહાર મગફળીનો નિકાલ કરીને તેમાં માટી ફરી દેવામાં આવતી હતી. તેથી આ ચોરીના પકડાય તે માટે ગોડાઉનોમાં આગ લગાડી દેવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે.

હાલ રાજ્ય સરકારે જે આદેશ કર્યો છે કે જે સ્થળ પર અધિકારીઓની બદલી કરવામાં આવી છે તે સ્થળ પર હાજર થઈ જાય. આ સાથે જ તેમને એક પણ રજા વર્તમાન સમયમાં નહિ આપવામાં આવે તેઓ આદેશ પણ આપવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ સુચના આપી છે કે તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ નહિં ચલાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, Gujarat માં મગફળીના ગોડાઉનોમાં વારાફરતી લાગી રહેલી આગના પગલે વિપક્ષ કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે .જેના પગલે રાજય સરકારે આ મગફળી કાંડની તપાસ CID ક્રાઈમને સોંપી છે. જેના પગલે CID ક્રાઈમે રાજકોટના શાપર-વેરાવળ હાઈવે પર આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના કેસની તપાસ શરૂ કરી છે. તેમજ આ અંગે CID ક્રાઈમ ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું હતું કે, સમગ્ર કેસની તપાસ અને સેમ્પલીંગ પછી રિપોર્ટ રજૂ કરવા માટે તમામ એજન્સીઓને પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે અને તેથી રિપોર્ટ બાદ જ કોઇ ચોક્કસ તારણ પર પહોંચી શકાશે. હાલના તબક્કે કોઇના પર દોષારોપણ કરવું યોગ્ય નહી કહી શકાય.

શાપર ખાતેના મગફળીના ગોડાઉનમાં તા.૬ઠ્ઠી મેએ લાગેલી ભયંકર આગમાં રૂ.સાડા ત્રણ લાખથી વધુની મગફળી બળીને ખાખ થઈ ગઇ હતી, હાલ ગોડાઉન ખાતે કુલીંગની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ એક પત્રકાર પરિષદમાં કેસ સંબંધી મહત્વની વાતોનો ખુલાસો કર્યો હતો

તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું હતુ કે, સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના અધિકારીઓ નાફેડના અધિકારીઓ સહિત સંબંધિત તમામ લોકોની પૂછપરછ કરાશે અને તપાસમાં કયાંય કોઇ કચાશ નહી રખાય. ગોડાઉનના સ્થળ પર તપાસ દરમિયાન અહિં સીસીટીવી નથી તે જાણવા મળ્યું છે. સીસીટીવી ફરજિયાત હોય એવું કોઈ કાગળ કે ગાઈડલાઈન ઉપલ્બ્ધ નથી. સરકાર સાથે પણ આ મામલે પત્ર વ્યવહાર કરાશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY