Rathyatra પ્રસંગે અમદાવાદ શહેર લશ્કરી છાવણીમાં તબદીલ, ૨૫,૦૦૦ જવાનો ખડેપગે

0
87
Ahmedabad Convert In the military camp In Eve Of Rathyatra

અમદાવાદમાં Rathyatra ને લઈને શહેર લશ્કરી છાવણીમાં તબદીલ થયુ છે. અમદાવાદમાં ત્રણેય મુખ્ય રથ આસપાસ ચેતક કમાન્ડો સહિત ૪૦૦૦ જવાનોની કિલ્લેબંધી કરવામાં આવી છે. આ ઉપરાંત હથિયારોની સાથે કમ્મર પર પાવરફુલ કેમેરાઓ સાથેનું ખાસ સેલ બનાવામાં આવ્યું છે. અફવાખોરોને કાબુમાં રાખવા ૧૦૦ પોલીસનો નવો સ્કવોડ ઉભો કરવામાં આવ્યો છે. ભગવાનના મામાને ઘેર રસોડામાં પણ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરને-૨, અમદાવાદમાં-૨, વડોદરાને-૨, જૂનાગઢને-૨ તથા રાજકોટને વધારાની એસઆરપી કંપનીઓ ફાળવવામાં આવી છે.આ વખતે રથયાત્રામાં દર વર્ષની જેમ જ અમદાવાદ શહેરમાં ૨૨ કિલોમીટર લાંબા રૂટ પર પર આ વર્ષે ભગવાન જગન્નાથજી,બહેન સુભદ્રા અને બલરામજીના ત્રણ રથ ઉપરાંત ૧૮ ગજરાજ, ૧૦૧ શણ ગારેલી ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળી, 3 બેન્ડ બાજા અને ૨૫૦૦ જેટલા સાધુ સંતો રથયાત્રામાં જોડાયા છે.

જગન્નાાથ મંદિરથી લઈને સરસપુર મોસાળ સુધી સધન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન ૨૫,૦૦૦થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્ત માટે ગોઠવવામાં આવ્યો છે આ વર્ષે આસામ અને નાગાલેન્ડની બે ટુકડીઓ બોલાવવામાં આવી છે. પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. હજારોની સંખ્યામાં પોલીસ જવાનો ગોઠવાઈ ચુકયા છે. સાથે સાથે રથયાત્રાના રુટ ઉપર સીસીટીવી પણ સ્થાપિત કરાયા છે.આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. પોલીસે દરેક વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ‘પહિંદ વિધિ’ કરી ભગવાન જગન્નાથજીની Rathyatra નો સવારે ૭.૦૦ વાગ્યે પ્રારંભ કરાવ્યો હતો . અમદાવાદમાં ભગવાન જગન્નાથજી નગરચર્યા માટે નીકળ્યા છે. જેમાં શણગારેલા ૧૮ ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ૧૦૧ ટ્રકો, અંગ-કસરતનાં નિદર્શન કરાવતા ૩૦ અખાડા,૧૮ ભજનમંડળીઓ અને ત્રણ બેન્ડવાજા અને રથને ખેંચતા ૧૨૦૦ ખલાસીઓ પણ સામેલ થયા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY