અમદાવાદઃ DRI એ 99 લાખના ડોલર અને યુરો સાથે બે શખ્સની ધરપકડ કરી

0
5241
Ahmedabad: DRI Arrested Two Person with 99 Million Dollar and Euro

અમદાવાદ: અમદાવાદની ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે ૯૯ લાખના અમેરિકન ડોલર્સ અને યુરોની સાથે બે શખ્સની હૈદરાબાદ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી છે.

ડીઆરઆઈ (DRI)અમદાવાદની ટીમે ૯૯ લાખના અમેરિકન ડોલર્સ અને યુરો સાથે બે વ્યક્તિની અટકાયત કરીને વિદેશી ચલણી નાણું ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

અમદાવાદ ડીઆરઆઈની ટીમે હૈદરાબાદ એરપોર્ટ ઉપરથી આ બંટી રામનાણી અને રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા નામના બે શખ્સની ધરપકડ કરી હતી. ડીઆરઆઈની ટીમ દ્વારા જે બંને શખ્સની ધરપકડ કરવામાં આવી છે તે બંને શખ્સ ઉલ્હાસનગર, જિ. થાણે, મહારાષ્ટ્રના વતની છે. આ બંને શખ્સો વિદેશી ચલણી નાણું ભારતમાં લાવવા માટે ‘કેરિયર’ તરીકેની કામગીરી કરતા હતા.

આ બંને શખ્સોની ધરપકડ કરીને વિદેશી ચલણી નાણું ઝડપી પાડવામાં ડીઆઈઆઈને જ્વલંત સફળતા મળી છે. ડીઆરઆઈ દ્વારા આ બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલા આ બંને શખ્સો વિદેશી ચલણી નાણાંને ગડિયો વાળીને પાઈપમાં ભરી દેવામાં આવતું હતું. ડીઆરઆઈની પૂછપરછ દરમિયાન આ બંને શખ્સોએ ભૂતકાળમાં આઈફોન અને સોનાની દાણચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી.

વિદેશી નાણાં સાથે પકડાયેલ વ્યક્તિઓ કોણ છે

વિદેશી ચલણી નોટો સાથે ડીઆરઆઈની ટીમે ઉલ્હાસનગર, જિ. થાણે, મહારાષ્ટ્રના બંટી રામનાણી અને રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાની ધરપકડ કરી છે. બંને શખ્સો વિદેશમાંથી નાણાં લાવવાનું કામ કરતાં હતા અને આ કામના બદલામાં બંનેને દર ટ્રીપ માટે ૨૦ હજાર રૂપિયા મળતાં હતાં.

ગોલ્ડ અને આઈફોનની દાણચોરીનો પણ ખુલાસો

ડીઆરઆઈ અમદાવાદની ટીમે બંને શખ્સની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન આ બંને શખ્સો ભૂતકાળમાં ગોલ્ડ અને આઈફોનની પણ દાણચોરી કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું. ડીઆરઆઈ દ્વારા આ બંને શખ્સોએ ક્યારે આઈફોન અને ગોલ્ડ લાવીને કોને આપ્યું હતું, તે અંગેની હાલ તપાસ ચાલી રહી છે.

ડીઆરઆઈએ પાંચ મહિનામાં ત્રણ કરોડથી વધુની કરન્સી પકડી

ઉલ્હાસનગર થાણેના આ બે ‘કેરિયર’ પાસેથી ડીઆરઆઈ દ્વારા ૯૯ લાખનું વિદેશી ચલણી નાણું પકડી પાડ્યું છે. આ બંને પાસેથી પકડાયેલી કરન્સીમાં ૫૦૦ યુરો અને ૧૦૦ ડોલરની ચલણી નોટના સ્વરૂપમાં મળી આવી હતી. ડીઆરઆઈ દ્વારા છેલ્લા પાંચ મહિનામાં ત્રણ કરોડથી વધારે કિંમતની વિદેશ ચલણી નોટોને પકડી પાડવામાં સફળતા મળી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY