અમદાવાદની પ્રતિષ્ઠીત રાજપથ કબલમાં બાળકીઓને માર મારતો સ્વીમીંગ કોચનો વિડીયો વાયરલ

0
908
Ahmedabad Rajpath Club Swimming Coach Beating Video Of Girl Viral

અમદાવાદની પ્રતિષ્ઠીત રાજપથ કબલ પાર્કિગ બાદ હવે સ્વીમીંગ કોચ હાર્દિક દ્વારા સ્વીમીંગ શીખી રહેલી બે બાળકીને જાહેરમાં માર મારતો વિડીયો વાયરલ થયો છે. જેમાં સ્વીમીંગ કોચ હાર્દિક બાળકીને લાફો મારતો નજરે પડે છે અને ત્યાર બાદ પટ્ટો મારતા હોવાનું પણ માલુમ પડે છે. આ અંગે રાજપથ ક્લબના મેનેજમેન્ટ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈને કોચ સાથે વાતચીત કરવા માટે કોચ અને બાળકીના વાલીને પણ બોલાવ્યા છે. તેમજ આ પ્રકારની ઘટના કોઈપણ રીતે ચલાવી શકાય નહી.

જો કે આ અંગે કોચ હાર્દિકનું આ વિડીયો અંગે જણાવવું છે કે તેમણે આ હળવી સજા તેના માતાપિતાની હાજરીમાં કરવામાં આવી હતી .તેમજ તેને કપડાના પટ્ટાથી મારવામાં આવી હતી. તેનો ઉદ્દેશ ઝડપથી શીખવાડવાનો હતો. બાળકીને માર મારવાનો કોઈ ઉદ્દેશ ન હતો.તેમજ અ અંગે મેનેજમેન્ટને મળીને હું સમગ્ર ઘટના જણાવવાનો છું, આ વિડીયોને ખોટી રીતે જાહેર કરવામાં આવી રહ્યો છે.

આ ઘટના સામે આવતા જ રાજપથ ક્લબમાં મેનેજમેન્ટની ગંભીરતાના લઈને અનેક સવાલો ઉભા થયા છે. તેમજ આ પ્રકારના ઘટના ફરીથી ના બને તે માટે ક્લબ મેનેજમેન્ટ પર સતત દબાણ વધી રહ્યું છે. આ અંગે મેનેજમેન્ટ તો હાલમાં થોભો અને રાહ જુવોની નીતિ અપનાવી છે. તેમજ કોચ અને બાળકીના માતાપિતા સાથે મીટીગ કરીને તે અંગે આખરી નિર્ણય લેવાનો નિર્ણય કર્યો છે. જયારે આ ઘટનાના ઘેરા પ્રત્યાધાતો પણ પડ્યા છે અને સ્વીમીંગ કોચની પસંદગીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત બાળકીઓ માટે મહિલા કોચની વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી તે પ્રશ્નો પણ ઉભા થયા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY