ગુજરાતમાં ઉત્તર ભારતીયોના ગરમાતા રાજકારણ વચ્ચે આજથી અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ

0
1578
Alpesh Thakor Sadbhavna Upvas Begin Between Amid Outsider Attack Politics

ગુજરાત મા યુપી બિહાર અને અન્ય રાજ્યો ના લોકો પર હુમલા થવાની ઘટના બાદ હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજનીતિ શરુ થઈ છે તેમા કોંગ્રેસ નેતા ઓ તરફથી ભાજપ ના નેતાઓ ને સાચી અને સરળ ભાષા મા સવાલ કરીને ઘેરવા મા આવી રહ્યા છે કોંગ્રેસ નો સવાલ છે કે પરપ્રાંતિય નાગરિકો પર હુમલા બાદ ભાજપના નેતાઓ ક્યાંય દેખાતા નહોતા કે તેમને વતન મા ના જવા માટે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર સમજાવવા કોઇ નેતા કેમ ગયા નહી? ભાજપ સરકાર ના ડેપ્યુટી મુખ્ય મંત્રી નિતીન પટેલ ની નિતીઓ પરપ્રાંતિય લોકો ની વિરોધી રહી છે નિતીન પટેલે જ મેડિકલ કોલેજમાં પરપ્રાંતિય વિધ્યાર્થી ઓ ને પ્રવેશ મળે તે સામે વિરોધ કર્યો હતો તેના પુરાવા પણ રજુ કરવામાં આવ્યા હતા.

નિતીન પટેલ ગઇ સરકાર મા સિનીયર મંત્રી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ તેમનુ નિવેદન હતું કે ગુજરાતમાં યુપી બિહારના મજુરો ને કારણે ગરીબી વધી છે વધુમાં યુપી બિહાર ના લોકો ને સરકારી નિયમ મુજબ અપાતા બીપીએલ કાર્ડ નો પણ તે આડકતરો વિરોધ કરતા હતા હવે ગુજરાતના ઓબીસી મંચે નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલ વિરુદ્ધ મોરચો માંડયો છે અને કહી રહ્યા છે કે નિતીન પટેલ પરપ્રાંતિય વિધ્યાર્થી ઓ નો વિરોધ કરે છે પરપ્રાંતિય મજુરો નો વિરોધ કરેલો છે તે વ્યક્તિ પોતાની પાર્ટી ના જ મુખ્ય મંત્રી વિજય રુપાણીને બદનામ કરી ને ગુજરાત ના મુખ્ય મંત્રી ની ગાદી પર બેસવા માગે છે એટલે તેઓ પ્રાંત વાદ નુ ઝેર ફેલાવી રહ્યા છે ઓબીસી એકતા મંચ ના ઉપાધ્યક્ષ મૂકેશ ભરવાડે ગુજરાતમાં ડોક્ટર બનવા માટે ડોમીસાઇલ સર્ટીફીકેટ ના મુદ્દે થયેલા આંદોલન વખતે નિતીન પટેલ ની ભુમિકા ના પુરાવા રજૂ કર્યા હતા અને નિતીન પટેલ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે શું ગુજરાતમાં પરપ્રાંતિય વિધ્યાર્થી ડોક્ટર ના બની શકે?? નિતીન પટેલે જ ડોમીસાઇલ સર્ટિફિકેટ ના આંદોલન ને ખુલ્લુ સમર્થન આપ્યું હતું અને ડોમીસાઇલ નો અમલ થતા તેમનુ અભિવાદન પણ કરાયુ હતું. સોશિયલ મીડિયામાં નિતીન પટેલ વિરુદ્ધ ગુસ્સે થયેલા લોકોએ કોમેન્ટો મુકી છે અને બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં ડેપ્યુટી મુખ્ય મંત્રી નિતીન પટેલ ની પ્રવેશ બંધી ના પોસ્ટર લગાવવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ પરપ્રાંતિય પર થયેલા હુમલા મા ભાજપ સરકારે ખુલ્લેઆમ અલ્પેશ ઠાકોર ને જવાબદાર ઠેરવ્યા છે ત્યારે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે આ મામલે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે અને ગુજરાતમાં શાંતિ અને ભાઇ ચારો જળવાઈ રહે તે માટે ૧૨ તારીખે અમદાવાદ ના રાણીપ વિસ્તારમાં સદભાવના ઉપવાસ કરશે તેમ જણાવ્યું હતું અને આ ઉપવાસ મા ઠાકોર સેના ના કાર્યક્રમો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY