Gujarat માં જળસંકટ માટે ભાજપ ખુદ જ જવાબદાર : Paresh Dhanani

0
1415
Bjp Government Self Responsibel For Water Scarcity In Gujarat Allage CLP Paresh Dhanani

Gujarat માં વિધાનભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજયમાં ઉભા થયેલા જળસંકટ માટે ભાજપ સરકારને જ જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે ભાજપનાં રર વર્ષના શાસનમાં જે જળસંચય માટેનું બજેટ ઇમાનદારીથી વાપર્યુ હોત તો આજે જળ સંકટ ન આવત, તરસ લાગી ત્યારે કુવો ખોદવા જવું ન પડે. ર૦૧૬માં હજારો ચેક ડેમો, ૧,રપ,પ૪૯ બોરીબંધ, ર,૬૧,૯૮૮ જેટલી ખેત તલાવડી-સીમ તલાવડીનાં નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા કાગળ ઉપર ખતવાયા અને કમલમમાં ઠલવાણા છે.

આ જળ સંચયના અભિયાનના સંદર્ભે મુખ્યમંત્રીશ્રીને મારી ચેલેન્જ છે કે તમારી સરકારે બનાવેલા સવા લાખ બોરીબંધમાંથી એક પણ બોરીબંધ હયાત બતાવે તો હું રાજીનામુ઼ં આપી દઉં નહીંતર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજીનામું આપે તેવી ચેલેન્જ પણ આપી હતી. આ કામોમાંથી ખેત તલાવડીનાં બીલ ખતવવામાં આવ્યા છે પરંતુ ૧૦ ટકા પણ સ્ટ્રકચર ઉપલબ્ધ નથી.નર્મદા યોજનાનું પાણી ખેડૂતોનાં ખેતરે અને ગામડાના ગોળે પહોંચાડવામાં નિષ્ફળ નીવડેલી ભાજપ સરકાર નિષ્ફળતા છુપાવવા લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા જળસંચય અભિયાનના નામે સહકારી સંસ્થાઓ સ્વૈ.સંસ્થાઓને કામે લગાડી દીધા છે. આ શ્રમપદીની માટીપણ કંપનીઓને ખાનગી રીતે વેચીને નાણા કયાંક સગે વગે કરવાનું પણ આયોજન છે.

ભાજપ સરકાર દ્વારા ગ્રામ વિકાસ, આદિવાસી, વન અને પર્યાવરણ,કૃષિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ દરેકમા઼ અબજોનો ભ્રષ્ટાચાર થઇ રહયો છે.Gujarat માં જળસંચયનું સ્વપ્ન એ સામાન્ય માણસની જરૂરિયાત છે, પરંતુ ભાજપ સરકાર જળસંચયના નામે ભ્રષ્ટાચારી રિત-રસમોથી કાળા ધનની કમાણી કરી કમલમમાં દરરોજ ઠાલવવાનો કાર્યક્રમ વર્ષોથી ચલાવે છે. દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલાં થોડા દિવસો માટે ચેકડેમ, તળાવો, નદી, વોંકળા ઉંડા ઉતારવા તેમજ બોરબંધ જેવા ટેમ્પરરી સ્ટ્રકચર બનાવે અને વરસાદની શરૂઆતે આવા કામોના આધાર-પુરાવા નાબુદ થાય ત્યારે મસમોટી રકમોના બિલો બનાવી રાજ્યની તિજોરીને લૂંટવાનું કામ જળસંચયના બહાના તળે રાજ્ય સરકાર કરી રહી છે. જન ભાગીદારીથી તળાવો ઉંડા ઉતારવા માટેનો ૯૦ઃ૧૦નો કાર્યક્રમ કે જેમાં આંશિક ટેન્ડરો થઈ રહ્યા છે, તે ટેન્ડરમાં ભાજપના ગણ્યાગાંઠયા કાર્યકર્તાઓ વરસાદ આવે તેની રાહ જોતા બેઠા છે.ભાજપ જળસંચયના માધ્યમથી ઈલેકશન ફંડ ઉભું કરી રહ્યું છે

રાજયમાં તળાવ ઉંડા ઉતારવાના કામમાં વરસાદ આવે, તળાવમાં પાણી ભરાય અને તેનું માપ લેવું અશકય બને ત્યારે લાખો રૂપિયાના ખોટા બિલો બનાવીને સરકારી તિજોરીમાંથી ખુલ્લેઆમ લૂંટ ચલાવાય છે. જળસંચય અભિયાનના કાર્યક્રમ અન્વયે આજે હું રાજ્યના મુખ્યમંત્રીને પૂછવા માંગું છું કે, કરોડો રૂપિયાના ખર્ચે લાખો બોરીબંધ બનાવવાના ભાષણો કરનાર ભાજપ સરકાર એકપણ બોરીબંધને હયાત બતાવે તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY