ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ‘વર્ગીસ કુરિયન’ના જન્મ દિવસ પૂર્વે જ દિલીપ સંઘાણીએ આપ્યું વિવાદિત નિવેદન

0
480
Bjp Leader Dilip Sanghani Controversial Statement On Milkman Varghese Kurian

ગુજરાતમા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી ફરી એક વાર વિવાદિત નિવેદન સાથે ચર્ચામાં આવ્યા છે. તેમણે આ વખતે ગુજરાતના શ્વેત ક્રાંતિના પ્રણેતા અને મિલ્ક મેન એવા સ્વર્ગીય વર્ગીસ કુરિયન પર વિવાદિત આક્ષેપો કર્યા છે. આજે ૨૬ નવેમ્બરના રોજ તેમનો જન્મ દિવસ છે. આ દિવસની નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવણી કરવામાં પણ આવે છે. જો કે આ પૂર્વે જ ભાજપ નેતા દિલીપ સંઘાણીએ વર્ગીસ કુરિયન પર ગંભીર આક્ષેપો કર્યા છે.

આ અંગે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે દેશ પર પ્રભુત્વ ધરાવતા અંગ્રેજી અખબારોને કારણે કુરિયન હિરો બન્યા હતા. રાજ્યના ગરીબ ખેડૂતો અને પશુપાલકો મહેનત કરીને જે પૈસા જમા કરાવતા તેમાંથી કુરિયન ક્રિશ્ચિયન મિશનરીને દાન કરતા હતા. તે ધર્મ પરિવર્તનનું કામ કરી રહ્યાં હોવાથી આખા દેશમાંથી તેમને સમર્થન મળ્યું હતું. અમને કુરિયને જે કામ કર્યું તેમાં વાંધો નથી.

આ ઉપરાંત બાઇક રેલી દરમિયાન પૂર્વ કૃષિ પ્રધાને કહ્યું કે, લોકોને ઈતિહાસ ખબર પડે તે માટે હું આ કહી રહ્યો છું. તેમને હટાવવામાં આવ્યું તેનું કારણ પણ આજ હતું. જે લોકો તેમની વાહ વાહ કરે છે તેમને આ વાતની ખબર નથી. અમૂલના સ્થાપક સરદાર પટેલ અને ત્રિભોવન પટેલ ભૂલાઈ ગયા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY