ગાયને માતા કહેનારા ભાજપના નેતા ગૌચરની જમીન છીનવી રહ્યા છે : હાર્દિક પટેલ

0
1211
Bjp Leader Who Called Gau Mata Usurp Gauchar Land In Gujarat Allage Hardik Patel

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે રાજકોટમાં ભાજપ નેતા દ્વારા પચાવી પાડેલી ગૌચરની જમીનને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રીએ સાચું જ કહ્યું છે કે મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. રાજકોટ નજીકના ઈશ્વરીયા ગામમાં સરપંચ પણ મંજુરી વિના ગૌચરની જમીન ભાજપના નેતા તેમના નામે કરી લીધી તેના વિરોધમાં ઉપવાસ પર બેઠા છે. ગાયને માતા કહેનારા ભાજપના નેતા ગૌચરની જમીન છીનવી રહ્યા છે.

આ ઉપરાંત ઈશ્વરીયા એક એતિહાસિક ગામ છે .જેમાં આઝાદી બાદ કયારેય સરપંચ માટે ચુંટણી નથી યોજાઈ. આ ગામમાં આજ સુધી પોલીસ કેસ નથી થયો. ગામની એકતા જ ગામનું અભિમાન છે. તેવા સમયે આ ગામના લોકોની ગૌચરની જમીન હડપ કરનારા ભાજપ નેતાને સજા થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ ગુજરાતન સીએમ વિજય રૂપાણીએ અમદાવાદમાં એક કાર્યક્રમમાં સ્વીકાર કર્યો હતો કે મહેસુલ વિભાગમાં મોટાપાયે ભ્રષ્ટાચાર વધ્યો છે. જેને લઈને અનેક પ્રકારના સવાલો ઉભા થયા હતા.તેમજ મહેસુલ વિભાગના કર્મચારીઓએ પણ તેમના આ નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

હાર્દિક પટેલે ભાજપ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમજ આગામી લોકસભા ચુંટણી પૂર્વે પણ તે રાજ્યમાં ખેડૂતોની દેવામાફી અને યુવાનોને બેરોજગારી જેવા પ્રશ્નોને લઈને સતત પ્રહારો કરી રહ્યા છે. તેમજ હાર્દિક પટેલે કહ્યું છે કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં થાત ત્યાં સુધી તે આંદોલન ચાલુ રાખશે અને ભાજપ સરકારનો ગુજરાત બહાર પણ સતત વિરોધ કરશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY