Gujarat ભાજપના નેતા નલિન કોટડીયા વિરુદ્ધ બીટકોઈન કાંડમાં CID ક્રાઈમે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યો

0
1364
CID Crime Issue Arrest Warrant Agains Bjp Leader Nalin Kotadiya In Bitcoin Scam In Gujarat

Gujarat ના મસમોટા બીટકોઈન કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને બે વાર સમન્સ આપ્યા બાદ હાજર નહીં થતા સીઆઈડી ક્રાઈમે તેમની તપાસ હાથ ધરી હતી. તેમજ જેમાં સીઆઈડી ક્રાઈમે વિવિધ સ્થળોએ દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. જેમાં સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદ અને અમરેલીમાં તપાસ હાથ ધરી હતી. જો કે ત્યાર બાદ પણ નલિન કોટડીયાની કોઈ ખબર નહીં મળતા સીઆઈડી ક્રાઈમે આખરે નલિન કોટડિયાનું ધરપકડ વોરંટ જારી કર્યું છે. તેમજ એરપોર્ટ પર લુક આઉટ નોટીસ જાહેર કરી દીધી છે.

Bitcoin કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની ધરપકડ નિશ્ચિત થઈ છે. જેમાં આરોપી કિરીટ પાલડીયાએ ધરપકડ બાદ કોટડીયાને પણ આ કૌભાંડના નિશ્ચિત હિસ્સો આપવામાં આવ્યો હોવાની કબુલાત કરી હતી. તેમજ તે રકમ સીઆઈડી ક્રાઈમે નલિન કોટડીયાના અંગત વ્યકિત પાસેથી કબજે પણ લીધી છે. જેની બાદ નલિન કોટડીયાને બે વાર સમન્સ બજાવ્યા છતાં તે હાજર થયા ન હતા. બીજી બાજુ કોટડીયા ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના વિગતો પણ સામે આવી છે. જો કે સીઆઈડી ક્રાઈમે કહ્યું છે કે જો તે નિર્ધારિત સમયમાં હાજર નહીં થાય તો તેમની સામે ધરપકડ વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવી શકે છે.

બિટકોઇન કૌભાંડમાં થોડા દિવસ પહેલાં જ સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ કરી પોતાની નિર્દોષતા અને ફરિયાદી શૈલેષ ભટ્ટને ખુલ્લો પાડવાની મોટી વાતો કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હવે કિરીટ પાલડિયાની ધરપકડ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે કારણ કે, હવે સીઆઇડી ક્રાઇમનો ગાળિયો તેમની પર કસાઇ ચૂકયો છે. બીજીબાજુ, તેમની પત્ની જણાવ્યું હતુ કે, તેમના પતિ કોટડિયા ગઈકાલ સવારથી જ ક્યાંક ચાલ્યા ગયા છે, અને હજુ સુધી પરત નથી આવ્યા.

ઉલ્લેખનીય છે કે, કોટડિયા પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકીને ક્યાંક જતા રહ્યા છે. પાલડિયાની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે કેસની વધુ તપાસના ભાગરૂપે સીઆઇડી ક્રાઇમે નલિન કોટડિયાને ગઇકાલે સમન્સ જારી કરી બોલાવ્યા હતા. કોટડિયાને બપોરે ત્રણ વાગ્યે હાજર થવાનું હતુ પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. જેથી સીઆઇડી ક્રાઇમે હવે વધુ એક તકના ભાગરૂપે કોટડિયાને આવતીકાલે સોમવારે હાજર થવા સમન્સ જારી કરવાની તજવીજ હાથ ધરી બોલાવ્યા હતા.

જો કોટડિયા હાજર નહી થાય તો, સીઆઇડી ક્રાઇમ તરફથી નલિન કોટડિયા વિરૂદ્ધ ગુનો દાખલ કરી આ કેસમાં તેમની વિરૂધ્ધ વોરંટ જારી કરી બજવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આગળની કાર્યવાહી માટેની લગભગ તમામ તૈયારીઓ કરી રાખી છે. સીઆઇડી ક્રાઇમની તપાસ જોતાં હવે નલિન કોટડિયા પર પણ ગાળિયો કસાઇ ચૂકયો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY