Gujarat ના સીએમ રૂપાણીને વિપક્ષ નેતા Paresh Dhanani એ પૂછ્યા આ વેધક સવાલો

0
7807
CLP Paresh Dhanani Ask Gujarat CM Rupani This Question On Magafali Kand

Gujarat ના સીએમ રૂપાણીને વિપક્ષ નેતા Paresh Dhanani એ મગફળી કાંડને લઈને વેધક સવાલો પૂછ્યા છે. આ પ્રશ્નો સાથેનું આવેદનપત્ર તેમણે રાજયપાલ ઓ.પી. કોહલીને પણ પણ સુપ્રત કર્યું છે. જેમાં પરેશ ધાનાણીએ કહ્યું છે કે રાજયમાં માત્ર મગફળીના ગોડાઉનમાં જ આગ લાગવા પાછળ કોણ ષડ્યંત્ર રચી રહ્યું છે. તેમજ આમાં કોણે મલાઈ ખાધી છે.

પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને આ ૨૪ સવાલો પૂછ્યા છે.

(૧) મગફળીની ખરીદીમાંથી કોણ તારવી ગયું છે મલાઈ ?
(૨) શું કામે પાણી વીજળી અને પોષણક્ષમ ભાવોનાં અભાવે ખેડૂતો થઇ રહ્યાં છે દેવાદાર અને ખેતીવાડી થઇ રહી છે બરબાદ. ?
(૩) શું કામે કૃષિ મહોત્સવનાં તાયફાઓ પછી ખેડૂતોની સંખ્યા અને ખેતીલાયક જમીનના ક્ષેત્રફળમાં સતત થઈ રહો છે ઘટાડો ?
(૪) મગફળીનું મુલ્ય ચુંટણી પહેલાં રૂ.૫૫૦ હતું અને ચુંટણી ટાણે રૂ.૯૦૦ માં ખરીદી કરી તો પછી હાલ રૂ.૫૫૦ માં શું કામે લુંટાઈ રહયા છે ખેડૂત. ?
(૫) ટેકાના ભાવે ખરીદીમાં પણ વ્હાલા દવલાની નિતી અને ભેદભાવ પછીય પ્રતિ મણે રૂ.૫૦નો શું કામે ધરવો પડ્યો કટકીનો પ્રસાદ?
(૬) ટેકાના ભાવે ખરીદેલી મગફળીના નાણા ચૂકવામાં ગુનાહિત વિલંબથી ૩૧મી માર્ચના રોજ બેંકલોનની ચુકવણીમાં ખેડૂતોને વ્યાજ ખાધની નુકસાનની માટે જવાબદાર કોણ ?
(૭) રાજ્યમાં અંદાજીત ૩૩ લાખ ટનના ઉત્પાદન સામે માત્ર ૭.૩૧લાખ ટન મગફળી ખરીદીને સામાન્ય ખેડૂતોને શું કામે કર્યો અન્યાય ?
(૮) ખરીદી કરનારી સંસ્થાઓ સાથે ભેદભાવ કરીને ઓછા કર્મચારી તથા ગોદામ વિહોણી “ગુજકોટ” ને શું કામે આપીયું ૫.૩૦ લાખ ટનની જંગી મગફળી ખરીદી નું કામ?
(૯) અનુભવી સ્ટાફ અને પૂરતાં પ્રમાણમાં ગોદામ છતાંયે “ગુજકોમાસોલ” ને ૧.૧૪ લાખ ટનની મગફળી ખરીદી ઉપર શું કામે લગાવી લગામ ?
(૧૦) પુર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બનાસ-સાબર ડેરી સહીત ગુજ્પ્રો સંસ્થા દ્વારા કઇ રીતે થયું ૮૭ હજાર ટન મગફળીની ખરીદીનું કામ ?
(૧૧) મગફળીના સંગ્રહ માટે મૂળ માલિકના બદલે વચેટીયાઓ પાસેથી શું કામે ઉચા દરે ભાડે રખાયા ખાનગી ગોદામ ?
(૧૨) “ગુજકોટ”ને ખાનગી ગોદામો ભાડે આપનારા ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન ની કચેરીમાં કેમ લાગી ગઈ આગ ?
(૧૩)”ગુજકોટ” દ્વારા જ ભાડે રખાયેલા ખાનગી ગોદામોમાં પહેલા ગાંધીધામ, ગોંડલ, હાપા, અમે રાજકોટ પછી સાપર માં ઇરાદાપૂર્વક શું કામે લગાડાઈ રહી છે આગ?
(૧૪)ભાજપ સમર્થિત કુલ કેટલી કઈ-કઈ અને કયાની સહકારી મંડળીઓ દ્વારા રૂ.૩૫૦૦ કરોડની મગફળી ખરીદવામાં થયું રાજ્ય વ્યાપી કૌભાંડ ?
(૧૫) ટેકાના ભાવે ખરીદેલી મગફળીને બારોબાર કઈ-કઈ ખાનગી મિલોમાં પિલી અને સરકારી મળતિયાઓ તેલ વેચીને થયાં માલામાલ ?
(૧૬)નબળી ગુણવતાની મગફળી અને માટીના ઢેફાથી કઈ-કઈ સંસ્થાઓ દ્વારા ભરાયા હતા સળગાવેલા સરકારી ગોદામ ?
(૧૭) મગફળીકાંડની સરકારને જાણ છતાંયે શું કામે નથી રાખ્યા સીસીટીવી કે પછી ઇરાદાપૂર્વક રહો સુરક્ષાનો અભાવ ?
(૧૮) સળગેલા ખાનગી ગોદામોમાં નથી વીજળીના કનેક્શન છતાંયે શું કામે છે સળગાવવાની રીત સમાન ?
(૧૯) સરકારની મીઠી નજર તળેજ સરકારી ગોદામોમાં રૂ.૧૦૦ કરોડની મગફળીનો મુદામાલ સળગીને કેમ થઇ ગયો ખાખ ?
(૨૦) સરકારી તંત્રને મૌખિક અને લેખિક રજૂઆત પછીયે શું કામે તપાસણીના ખાલી થઇ રહા છે નાટક ?
(૨૧) મગફળીકાંડના કૌભાંડમાં માલ ખાધો મદારીઓયે અને માર ખાશે વાંદરા પણ ક્યારે ખુલશે મોટા માથાઓના નામ ?
(૨૨)મગફળી કાંડના સત્યને છુપાવવા બદલ શું કામે મળી રહ્યા છે મલાઈદાર પદોના ખિતાબ ?
(૨૩)સરકારી ગોદામોમાં ખડકાયેલા ખાલી કોથળાને ઊંધાં ઠાલવીને શું કામે નથી થતો મગફળીની ગુણવતાનો અભ્યાસ ?
(૨૪)નામદાર સુપ્રીમના સિટીગ જજ મારફતે મગફળી કાંડની તપાસથી શું કામે ડરે છે દુધે ધોયેલી ભાજપની સરકાર ?

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY