જસદણમાં કુંવરજી બાવળિયાનો વિવાદિત વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસના ફેસબુક પેજ હેક

0
905
Congress Facebook Page Hake After Jasadan Kuvarji Bavaliya Contravorsial Audio Viral

ગુજરાતમાં જસદણ વિધાનસભા બેઠક પરની પેટાચુંટણી માટે ભાજપ અને કોંગ્રેસ તરફથી જોરશોરથી ચુંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ બેઠક જીતવી એ ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાનો ‘ તમારા ગામ પૂરતા પટેલિયાવ ના મત લઈ જાવ તો વાંધો નહીં’ નિવેદન આપતી ઓડિયો કલીપ વાયરલ થઈ હતી. જેને લઈને આ મેસેજને કોંગ્રેસના અલગ અલગ પેજ અને ગ્રુપમાં વાયરલ કરવામાં આવી રહ્યો હતો.

જો કે આ ઓડિયો મેસેજથી ભાજપ અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને ચુંટણી સમયે નુકશાન પહોંચે તેવો માહોલ ઉભો થઈ રહ્યો હતો. જો કે આ દરમ્યાન કોંગ્રેસે જસદણ વિધાનસભા બેઠકના ચુંટણી પ્રચાર બનાવેલા બે ફેસબુક પેજને હેક કરી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ કોંગ્રેસે કરી છે. આ ઉપરાંત એવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા આ પેજને ડીલીટ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જસદણ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા વિરુદ્ધ ૨૦ ડિસેમ્બરના રોજ ખરાખરીનો જંગ ખેલાશે. જેમાં ૨૦ ડિસેમ્બરના રોજ મતદાન બાદ ૨૩ ડિસેમ્બરના રોજ તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY