ગુજરાતમાં ભાજપ જસદણ બેઠક પર હાર ભાળી ગઈ છે તેથી કાર્યકરોને તોડે છે : અમિત ચાવડા

0
1176
Congress President Amit Chavda Attack On Bjp Over Jasadan Assembly By Election

ગુજરાતમાં જસદણ વિધાનસભાની પેટાચુંટણીની જાહેરાત બાદ રાજકારણ ગરમાવા લાગ્યું છે. જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા વિરુદ્ધ કોંગ્રેસ પણ મજબુત ઉમેદવારની પસંદગી કરશે. જે અંર્તગત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં જસદણ પેટાચૂંટણીને લઈને મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ૩૨ ધારાસભ્યો અને ૩ પૂર્વ સંસદ સભ્યોને આ ચૂંટણીમાં જીત મેળવવા માટે અગત્યની જવાબદારી સોંપવામાં આવી હતી. આ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ હાર ભાળી ગયા છે.જેને લઈને સતા અને રૂપિયાની લાલચ આપી કોંગ્રેસના કાર્યકરોને તોડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ પક્ષ અને પ્રજા સાથે વિશ્વાસઘાત કરનારને કરારો જવાબ આપવા માટે ભાજપને હરાવવાનું જનતા નક્કી કરી ચુકી છે. બીજીબાજુ, જસદણ બેઠકને લઇ તા.૨૮મી નવેમ્બરની આસપાસ કોંગ્રેસ તરફથી તેના ઉમદેવારની સત્તાવાર જાહેરાત થાય તેવી શકયતા પ્રવર્તી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાનાર પૈકી મોટાભાગના કુંવરજી બાવળીયા સાથે અગાઉથી જ સંકળાયેલા હતા અને તેમના વિરૂધ્ધ પક્ષાતાર ધારા હેઠળ કાર્યવાહી પણ ચાલી રહી છે. આ સાથે જ ઉમેદવારની જાહેરાત અંગે તેમણે કહ્યું હતું કે, હાલ ૮ ઉમેદવારોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. આગામી તા.૨૬ તારીખ પછી પ્રદેશ કક્ષાએથી ઉમેદવારના નામ અંગે જાહેરાત કરવામાં આવશે.

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રતિનિધિઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી માહિતીગાર કરવામાં આવ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY