અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં સેવાઓ પૂર્વવત રાખવા કોંગ્રેસે રાજયપાલને આવેદન પત્ર આપ્યું

0
572
Congress Submit Memorandum Over VS Hospital Issue Demand Reisntant Facility

અમદાવાદની વી.એસ. હોસ્પિટલને લઈને ઉભા થયેલા વિવાદને લઈને અમદાવાદ કોંગ્રેસ ધારાસભ્યો અને કોંગ્રેસે અગ્રણીઓએ રાજયપાલ ઓ.પી. કોહલીને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્યોએ અમદાવાદની વી. એસ. હોસ્પિટલમાં નજીવા દરે આપવામાં આવતી સેવા ચાલુ રાખવા માટે રાજ્યપાલને આવેદનપત્રન આપીને અપીલ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે ભાજપના સત્તાધીશો મલ્ટી સ્પેશીયાલીટીના નામે ગરીબોને મળતી સુવિધા બંધ કરવા માંગે છે. તેમજ મલ્ટી સ્પેશ્યાલીટીમાં સુવિધા નામે ઉધાડી લુટ જેવા ભાવ રાખવામાં આવ્યા છે. જે સામાન્ય કે ગરીબ લોકોને પોષાય તેમ નથી.

અમદાવાદની વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણને લઈને છેલ્લા ૧૫ દિવસથી કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના ધારાસભ્યો સતત અલગ અલગ કાર્યક્રમો આપીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.અમદાવાદની વી.એસ હોસ્પિટલના આધુનિકકરણના નામે ભાજપ સરકાર ખાનગી કરણ કરી રહી છે. તેમજ ભાજપ લોકોના આરોગ્યના માવજતને બદલે તેમના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે. ગરીબો અને જરૂરીયાતમંદોના હક્ક પર તરાપ મારી રહી છે. તેમજ હાલમાં વી.એસ.હોસ્પિટલમાં કાર્યરત ૧૧૫૫ બેડની હોસ્પિટલ જુના સ્ટાફ સાથે ચાલુ રહેવી જોઈએ અને ગરીબોને તેમનો અધિકાર સન્માન સહિત મળવો જોઈએ તેવી માંગ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે.

આ અંગે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, શૈલેશ પરમાર, હિંમતસિંહ પટેલ અને કોંગ્રેસ અગ્રણી બદરૂદ્દીન શેખ, તોફીકખાન પઠાણ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા. તેમણે પણ રાજયપાલને વી.એસ. હોસ્પિટલની સુવિધા પૂર્વવત કરવા અને ગરીબોને ન્યાય આપવા માટે રજુઆત કરી હતી. તેમજ કહ્યું હતું કે જો તેમને સુવિધા નહીં મળે તો આગામી દિવસોમાં તે જલદ આંદોલન પણ કરતા ખચકાશે નહીં

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY