Banaskantha પુર હોનારત બાદ ભાજપ નેતા અને અધિકારીઓએ કૌભાંડ કર્યાનો આક્ષેપ

0
2690
Corruption Charge Against Bjp Leader And Narmada Nigam Officer For After Banaskantha Flood

ગુજરાતના Banaskantha માં આવેલા પુર બાદ નર્મદા કેનાલના સમારકામના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે. તેમજ આ ભ્રષ્ટાચાર ભાજપના નેતા અને નર્મદા નિગમના અધિકારીઓએ સાથે મળીને કર્યો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. તેમજ આ પુર હોનારત બાદ થયેલા કરોડોના કામમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેની તપાસની માંગણી કરી છે.

આ સમગ્ર કૌભાંડમાં નર્મદા નિગમે નાંખેલી પાણીની પાઈપલાઈન તૂટી કે તણાઈ હોવાનો જણાવીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠાના થરાદમાં આ સમગ્ર કામ ટેન્ડર વિના આપી દેવામાં આવ્યું હતું. જેના લીધે આમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ભાજપના નેતા અને નર્મદા નિગમના અધિકારીઓ સામેલ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

આ પુર હોનારત બાદ બનાસકાંઠામાં કુલ ૨૫૦૦ જેટલા કામો થયા હતા. જે તમામ કામોના ઓર્ડર સર્કીટ હાઉસમાંથી જ આપી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જો કે આ મુદ્દે કોઈપણ રાજકારણી કે નર્મદા નિગમના અધિકારીઓ કોઈપણ પ્રકારનો ખુલાસો કરવા તૈયાર નથી. તેમજ નર્મદા નિગમના અધિકારીઓએ બાબત પણ સમજાવી શકતા નથી કે ૧૦ ફૂટ ઊંડે નાંખેલી પાઈપલાઈન કેવી રીતે તણાઈ ગઈ હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY