ચૂંટણી પંચે પ્રથમ તબક્કાની ચાર બેઠકના છ મતદાન કેન્દ્રોનું Voting રદ કર્યું

0
5889
Election Commission Canceled Voting for Six Polling Stations of Four Seats in the First Phase

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બે બે બેઠકોના કુલ છ મતદાન કેન્દ્રના મતદાન (Voting) ને ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવ્યા છે. આ મતદાન કેન્દ્રો ઉપર હવે આગામી તા. ૧૪ ડિસેમ્બરના રોજ ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૧૭ અંતર્ગત તા. ૯/૧૨/ ૨૦૧૭ ને શનિવારના રોજ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે મતદાન યોજાયું હતું.

આ મતદાન બાદ આજે ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી યાદીમાં જણાવ્યું છે કે, આ પ્રથમ તબક્કાના મતદાન પૈકી છ મતદાન મથકોનું મતદાનને સને- ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કમલ ૫૮ (૨) અન્વયે ભારતના ચૂંટણી પંચે રદ કરેલ છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા જે છ મતદાન કેન્દ્રોના મતદાન રદ કરવામાં આવ્યા છે તેમાં સૌરાષ્ટ્રની બેઠક ૮૦- જામજોધપુર બેઠકના ૧૫૧-ધુનડા અને ૨૭૩ માનપર મતદાન કેન્દ્ર તેમજ ૯૩ ઉના બેઠકના ૧૬૩- બંધારડા અને ૨૨૪ ગાંગડા-૩ મતદાન કેન્દ્રોનું મતદાન રદ કરવામાં આવ્યું છે.

જયારે દક્ષિણ ગુજરાતની ૧૭૩ નિઝર (એસટી) બેઠકના ૨૩૪-ચોરવડ-૨ અને ૧૮૨ ઉમરગામ (એસટી) બેઠકની ૨૩- ચાણોદ કોલોની- ચાણોદ મતદાન કેન્દ્રના મતદાનને રદ કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા હવે આ છ મતદાન કેન્દ્રો માટે આગામી તા. ૧૪ ડિસેમ્બરને ગુરુવારના રોજ સવારે ૮ થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવામાં આવશે.

આ અંગે સંબંધિત રાજકીય પક્ષો અને સંબંધિત મતદાર વિભાગોના ઉમેદવારોને તેમજ મતદાન મથકના મતદારોને નોંધ લેવા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બી. બી. સ્વૈને જણાવ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY