ગુજરાતમા મોલ મલ્ટીપ્લેકક્ષોને પાર્કિગ ફી ઉધરાવવાની હાઈકોર્ટે શરતી મંજુરી આપી

0
715
Guajrat Highcourt Give Conditionally Approval Of Charge Parking Fee Of Mall And Multiplex

ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદામાં ગુજરાતમા મોલ અને મલ્ટીપ્લેકસમાં પાર્કિગ ચાર્જ લેવાની શરતી મંજુરી આપી છે. જેમાં હાઈકોર્ટે કહ્યું છે પ્રથમ કલાક દરમ્યાન મોલ અને મલ્ટીપ્લેકસ ચાર્જ વસુલી શકશે નહીં. તેમજ તેની બાદ ટુ વ્હીલર માટે મહત્તમ ૨૦ રૂપિયા અને કાર માટે મહત્તમ ૩૦ રૂપિયા વસુલી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે હાઇકોર્ટના આદેશ બાદ ટ્રાફિક અને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી હતી. જે અંતર્ગત પોલીસે તમામ મોલ અને મલ્ટીપ્લેકસમાં લેવામાં આવતો ચાર્જ બંધ કરાવ્યો હતો. આ મામલે મોલ અને મલ્ટીપ્લેક્સના માલિકો હાઇકોર્ટમાં અરજી કરી હતી તેમની દલીલ હતી કે મોલની કે મલ્ટીપ્લેકસની જાળવણી માટેના ખર્ચને પહોંચી વળવા માટે પાર્કિંગ ચાર્જ વસૂલવો જરૂરી છે.

સુરત, વડોદરા અને અમદાવાદના મોલ મલ્ટીપ્લેકસ માલિકોએ પોલીસ કમિશ્નરોના નોટિફીકેશનની સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. પોલીસ કમીશ્નરોની નોટીસ મુજબ મોલ અને મલ્ટિપ્લેકસ માલીકો વિઝીટર્સ પાસેથી પાકિંગ ફી વસુલી શકશે નહી. સુરતના કેટલાક કોમર્શિયલ કોમ્પ્લેકસોમાં વિઝીટર્સ પાસેથી પાકીંગ ફી વસુલાય છે. રોડની ગુણવતા, ટ્રાફીક અને પાકીંગની સમસ્યાઓને લઇને થયેલી જાહેરહિતની અરજી બાદ પોલીસે મોલ અને મલ્ટીપ્લેકસમાં લેવાતા પાકિંગ ચાર્જ ઉપર પ્રતિબંધ મુકયો હતો.

જુદા જુદા શહેરોમાં પોલીસ કમિશ્નરોએ મોલ અને મલ્ટીપ્લેકસોના માલીકોને પાકિંગ ફી વસુલવા પરના પ્રતિબંધનું જાહેરનામુ બહાર પાડયું હતું. સુરતમાંથી કરાયેલ અરજીમાં મોલના માલીકોની દલીલનો વિરોધ કરાયો હતો. જયારે અમદાવાદ સહિતના બીજા શહેરોના મોલ મલ્ટીપ્લેક્સ ઓનર્સ પણ અરજીમાં જોડાયા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY