ગુજરાતમાં અલ્પેશ કથીરિયાને તમામ કેસમાં જામીન મળ્યા, પાટીદારોએ કહ્યું ‘ગબ્બર ઈઝ બેક’

0
511
Gujarat Alpesh Kathiriya Got Bail In All Cases Patidar Saought Gabbar Is Back

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના ત્રીજા કેસમાં પણ જામીન મળ્યા છે. જેના લીધે સુરતની લાજપોર જેલમાંથી તેમની મુકિતનો માર્ગ મોકળો થયો છે.અલ્પેશ કથીરિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૯ ઓગસ્ટના રોજ અમદાવાદમાં રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી હતી. જેની બાદ તેમને હાઈકોર્ટે ૨૦ નવેમ્બરના રોજ જામીન આપ્યા હતા. તેમજ તે સમયે સુરત કોર્ટે તેમના સુરત રાજદ્રોહ કેસમાં જામીન આપ્યા ન હતા. જેના લીધે હાઈકોર્ટે એક કેસમાં જામીન આપ્યા હોવા છતાં તેમને સુરત જેલમાં જ રહેવું પડ્યું હતું.

જયારે સુરતની કોર્ટમાં અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં ૩ ડિસેમ્બરના રોજ ફરી જામીન આપ્યા હતા. જયારે તેની બાદ અલ્પેશ કથીરિયાને બીજા એક કેસમાં કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેની બાદ અલ્પેશ કથીરિયાને ૬ ડિસેમ્બરના રોજ જામીન આપવામાં આવ્યા છે. જો કે હાલમાં પોલીસે તેમની પર હવે બીજો કોઈ કેસ દાખલ કર્યો નથી. તેના લીધે આજે અલ્પેશ કથીરિયાની જેલમુકિત થાય તેવી શક્યતા છે. જેને લઇને પાસ કાર્યકરો,પાટીદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાસ નેતા હાર્દિક પટેલે શુક્રવારે સવારે જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને મળવા પહોંચ્યો હતો. જોકે જેલ તંત્ર દ્વારા મુલાકાત કરવા દેવાઇ ન હતી. હાર્દિક પટેલે આ અંગે તંત્રની ટીકા કરતાં કહ્યું કે, જે યુવાન જનતાના ન્યાય માટે જેલમાં ગયો હોય અને એ જ્યારે બહાર આવી રહ્યો છે તો એનું ભવ્ય સ્વાગત કરાશે. વધુમાં હાર્દિકે સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ન્યાય તંત્રના આધારે અલ્પેશને જામીન મળ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY